Home> India
Advertisement
Prev
Next

એલજી સામે ઉપવાસ કરી રહેલા આપ નેતા સત્યેન્દ્ર જૈન બાદ મનીષ સિસોદીયાની પણ તબિયત લથડી

ઉપ રાજ્યપાલના નિવાસે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા છેલ્લા છ દિવસથી ભૂખ હડતાલ પર બેઠા છે. 

એલજી સામે ઉપવાસ કરી રહેલા આપ નેતા સત્યેન્દ્ર જૈન બાદ મનીષ સિસોદીયાની પણ તબિયત લથડી

નવી દિલ્હી : દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજનના નિવાસે છેલ્લા આઠ દિવસથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એમના મંત્રીઓ છેલ્લા છ દિવસથી ઉપવાસ પર બેઠા છે. ભૂખ હડતાલ પર બેઠેલા સત્યેન્દ્ર જૈન બાદ આજે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની તબિયત લથડતાં એમને સારવાર માટે દાખલ કરાયા હતા. 

fallbacks

દિલ્હીની આપ સરકાર સાથે ઉપ રાજ્યપાલના કથિત વિવાદને પગલે મુખ્યંત્રી અરવિંદ કેજરીવાલ સહિત એમના મંત્રી મંડળના સભ્યો છેલ્લા છ દિવસથી એલજી હાઉસ ખાતે ભૂખ હડતાલ પર છે. જેમાં રવિવારે રાતે દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત બગડતાં એમને સારવાર માટે દાખલ કરાયા હતા. ત્યાર બાદ સોમવારે સિસોદીયાની હાલત ખરાબ થતાં એમને પણ એલએનજીપી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. કહેવાય છે કે એમના શરીરમાં કીટોનનું લેવલ 7.4 પર આવી ગયું છે. 

કેજરીવાલની સાથે ઉપ મુખ્યમત્રી મનિષ સિસોદીયા અને કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય 11 જૂનથી રાજ નિવાસમાં ઉપવાસ પર બેઠા છે. આ લોકોએ દિલ્હી પ્રશાસનમાં કામ કરી રહેલા આઇએએસ અધિકારીઓને અનિશ્વિતકાલીન હડતાલને ખતમ કરવાના નિર્દેશ આપવા અને કેન્દ્રથી દિલ્હી સરકારના ગરીબોના ઘરે ઘરે જઇને રાશન આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવાની માંગ કરી છે. 

દેશના અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More