Home> India
Advertisement
Prev
Next

CM કુમારસ્વામીનો ઇશારો? પડી ભાંગવાની છે કર્ણાટકની સરકાર?

કુમારસ્વામીએ ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં મોટો ખુલાસો કર્યો છે

CM કુમારસ્વામીનો ઇશારો? પડી ભાંગવાની છે કર્ણાટકની સરકાર?

બેંગ્લુરુ : કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકારમાં બધુ બરાબર નથી અને નજીકના ભવિષ્યમાં આ ગઠબંધન તૂટી જાય એવા સંકેત મળ્યા છે. મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ શનિવારે કહ્યું છે કે 3 સપ્ટેમ્બરે રાજ્યમાં નવા મુખ્યમંત્રી શપથ લઈ શકે છે. કુમારસ્વામીએ ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં જણાવ્યું કે '3 સપ્ટેમ્બરે નવા મુખ્યમંત્રી શપથ લેશે. હું કેટલા સમય માટે મુખ્યમંત્રી છું એ મહત્વનું નથી. મારા માટે મહત્વનું છે કે હું જેટલા દિવસ કામ કરું એટલા દિવસ મારા કામથી મારું ભવિષ્ય સુરક્ષિત કરું'

fallbacks

મુખ્યમંત્રી કુમારસ્વામીના નિવેદનના એક દિવસ પહેલાજ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું છે કે તેઓ બીજીવાર મુખ્યમંત્રી બની શકે છે. હાસનની એક જનસભામમાં તેમણે કહ્યું હતું કે જનતાના આશીર્વાદથી હું ફરી એકવાર રાજ્યનો મુખ્યમંત્રી બનીશ. તેમણે કહ્યું હતું કે મને બીજીવાર મુખ્યમંત્રી બનતા રોકવા માટે વિપક્ષે એકબીજા સાથે હાથ મેળવી લીધો હતો અને મોટા પાયા પર જાતિનું રાજકારણ રમીને ધન-બળનો સહારો લેવામાં આવ્યો હતો.

આ પહેલાં કુમારસ્વામીએ નિવેદન આપ્યું હતું કે હું સીએમ પદ પર રહીને ઝેરનો ઘુંટ પી રહ્યો છું. તેમના આ નિવેદન પછી સરકારના ભવિષ્ય પર સવાલ ઉભા થઈ ગયા હતા. જોકે પછી વિવાદ ઉભો થતા કુમારસ્વામીએ ફેરવીને તોળ્યું હતું. જોકે આમ છતાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે વધી રહેલા અંતરના સમાચાર સમયાંતરે મળી રહ્યા છે. નોંધનીય છે કે કર્ણાયક એકમાત્ર એવું મોટું રાજ્ય છે જ્યાં કોગ્રેસ સત્તામાં છે. આ વર્ષે થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ કોઈ દળને સ્પષ્ટ બહુમતિ નથી મળી. આ ચૂંટણીમાં બીજેપી 104 ધારાસભ્યો સાથે નંબર 1 પાર્ટી બની હતી પણ પછી બી.એસ. યેદિયુરપ્પા બહુમત સાબિત ન કરી શકતા તેમણે રાજીનામું આપી દેવુ પડ્યં હતું. આ પછી કોંગ્રેસે શર્ત વગર જેડીએસને સમર્થન આપ્યું હતું જેના પગલે જેડીએસના એચ.ડી. કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા અને તેમના વડપણમાં સરકારનું ગઠન થયું. કોંગ્રેસ પાસ 78 અને જેડીએસ પાસે 37 ધારાસભ્યો છે.

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More