Home> India
Advertisement
Prev
Next

આ તારીખે દેવેન્દ્ર ફડણવીસ લઈ શકે છે CM પદના શપથ, વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે સમારોહ

સૂત્રોનું કહેવું છે કે જો શિવસેના (Shiv Sena) ભાજપ (BJP) સાથે સરકાર બનાવવામાં સાથે આવે તો ઠીક છે નહીં તો તેના વગર જ ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે.

આ તારીખે દેવેન્દ્ર ફડણવીસ લઈ શકે છે CM પદના શપથ, વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે સમારોહ

મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)માં 5 નવેમ્બરના રોજ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ શપથ ગ્રહણ સમારોહ મુંબના મશહૂર વાનખેડે સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. 

fallbacks

સૂત્રોનું કહેવું છે કે જો શિવસેના (Shiv Sena) ભાજપ (BJP) સાથે સરકાર બનાવવામાં સાથે આવે તો ઠીક છે નહીં તો તેના વગર જ ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે.  આ બાજુ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં 50-50 ફોર્મ્યુલા પર શિવસેના મક્કમ છે. શુક્રવારે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે જો શિવસેના ઈચ્છે તો તે સરકાર બનાવવા માટે જરૂરી સંખ્યા મેળવી લેશે. 

fallbacks

સંજય રાઉતે કહ્યું કે જો શિવસેના ઈચ્છે તો તે રાજ્યમાં સ્થિર સરકાર બનાવવા માટે જરૂરી સંખ્યા મેળવી લેશે. જનતાએ રાજ્યમાં 50-50ના ફોર્મ્યુલાના આધારે સરકાર બનાવવા માટે જનાદેશ આપ્યો છે. તેમને શિવસેનામાંથી સીએમ જોઈએ છે. 

જુઓ LIVE TV

આ અગાઉ ગુરુવારે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વિધાયક દળની બેઠકમાં કહ્યું હતું કે અમે સત્તા ભૂખ્યા નથી. પરંતુ ભાજપ સાથે જે વાત થઈ છે તેનું પાલન થવું જોઈએ. મુખ્યમંત્રી પદ હંમેશાથી કોઈ એક વ્યક્તિ માટે કાયમ રહેતુ નથી. અમારી સંખ્યા ઓછી છે. મુખ્યમંત્રી પદ અમારો હક છે અને આ અમારી જીદ છે. તેમણે કહ્યું કે લોકસભાના સમયે 50-50 ફોર્મ્યુલા નક્કી થયો હતો. ભાજપને તે માન્ય નથી તો શું વાત કરીએ. નવી રીતે વાત નહીં થાય. જે નક્કી થયું છે તેનાથી જ વાત શરૂ થશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More