નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ દાવો કર્યો છે કે બહુ જલદી રાજ્યમાં સરકારની રચના કરી લેવામાં આવશે. તેમણે કહ્યું કે તેઓ આ અંગે કોઈ અન્યની ટિપ્પણી પર કશું બોલશે નહીં.
'તરુણ ભારત'એ સંજય રાઉત-ઉદ્ધવની જોડીને વિક્રમ વેતાળ ગણાવી, જાણો શિવસેના નેતાએ શું કહ્યું?
દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હું કોઈ અન્યની સરકાર બનાવવાને કરવામાં આવેલી ટિપ્પણી પર કશું બોલીશ નહીં. તેમણે કહ્યું કે મારે ફક્ત એટલું કહેવાનું છે કે નવી સરકારની રચના જરૂર થશે અને તેનો મને વિશ્વાસ છે.
Maharashtra Chief Minister Devendra Fadnavis: I don't want to comment on anything anyone is saying on new Govt formation. All I want to say is that the new Govt will be formed soon, I am confident. pic.twitter.com/t7EWR9IsMf
— ANI (@ANI) November 4, 2019
કરતારપુર કોરિડોર પર આતંકનો ઓછાયો, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ચાલે છે આતંકી કેમ્પ
આ અગાઉ મુખ્યમંત્રી ફડણવીસે ભાજપના અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિતશાહ સાથે મુલાકાત કરી. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં બંને નેતાઓની આ બેઠકને લઈને અનેક પ્રકારની અટકળો થઈ રહી છે.
જુઓ LIVE TV
જો કે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે મહારાષ્ટ્રના ખેડૂતોના મુદ્દે વાતચીત કરી છે. ફડણવીસે માગણી કરી છે કે કમોસમી વરસાદથી પ્રભાવિત રાજ્યના ખેડૂતોને વધુ મદદ કરવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે