Home> India
Advertisement
Prev
Next

Unique Village: ભારતનું એકદમ અનોખુ ગામડું, તેની આ 4 ખાસિયતો જાણીને તમારી આંખો થઈ જશે પહોળી

Unique Village: ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. આ દેશમાં અનેક જૂની અને અજીબોગરીબ માન્યતા છે. જેને લોકો આજે પણ માનતા હોય છે. અહીં આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાંની કહાની ખુબ જ રસપ્રદ છે. આ ગામમાં આશરે 300 પરિવાર રહે છે.

Unique Village: ભારતનું એકદમ અનોખુ ગામડું, તેની આ 4 ખાસિયતો જાણીને તમારી આંખો થઈ જશે પહોળી

Unique Village: ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. આ દેશમાં અનેક જૂની અને અજીબોગરીબ માન્યતા છે. જેને લોકો આજે પણ માનતા હોય છે. અહીં આજે અમે તમને રાજસ્થાનના એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાંની કહાની ખુબ જ રસપ્રદ છે. આ ગામમાં આશરે 300 પરિવાર રહે છે. પરંતુ આજ સુધી કોઈએ પાક્કા મકાન બનાવ્યા નથી. આ ઉપરાંત આ ગામમાં ખુબ અજીબોગરીબ જૂની પ્રથાઓ પણ ચાલતી આવે છે. 

fallbacks

અજમેર જિલ્લાના મસૂદા પંચાયતમાં વસેલું છે આ ગામ
રાજસ્થાનના અજમેરના મસૂદા પંચાયતમાં વસેલા આ ગામનું નામ દેવમાલી છે. જે અજમેર જિલ્લાના મસૂદા પંચાયતમાં આવે છે. આ ગામમાં કોઈ પાક્કું મકાન બનાવતું નથી. એવું પણ નથી કે આ આર્થિક રીતે આ ગામ પછાત છે. આ ગામના સંપન્ન લોકો પણ માટીના બનેલા કાચા મકાનમાં જ રહે છે. અહીં તમામ જમીન ભગવાન દેવનારાયણના નામે છે. આ ગામના લોકોનું માનવું છે કે જે પણ પાક્કા ઘર બનાવશે તેમણે મુસીબતોનો સામનો કરવો પડશે.

ગામમાં રહે છે 300 પરિવાર
દેવમાલી ગામમાં લગભગ 300 ઘર છે. અહીંની વસ્તી લગભગ 1500 થી 2000 છે. એવી માન્યતા છે કે ગામના પૂર્વજના વચનના કારણે ગામમાં ચાર ચીજો પર પ્રતિબંધ લાગેલો છે. પાકા મકાન, દારૂ, માંસનું સેવન અને કેરોસિનના ઉપયોગ જેવા પ્રતિબંધ પર ગામવાળા પ્રતિબદ્ધ છે. ગામમાં વીજળી જતી રહે તો માટીનું તેલ એટલે કે કેરોસિનનો ઉપયોગ થતો નથી પરંતુ તલના તેલથી દીપક પ્રગટાવવામાં આવે છે. 

ભગવાન દેવનારાયણના નામ પર છે ગામની આખી જમીન
દેવમાલી ગામમાં લાવડા ગોત્રના ગુર્જર સમાજના લોકો રહે છે. ગામમાં ગુર્જર સમાજના આરાધ્ય દેવ ભગવાન દેવનારાયણનું મંદિર પહાડી પર બનેલું છે. આ સાથે જ સમગ્ર ગામમાં એક જ ગોત્રના લોકો રહે છે. જેના કરાણે તેઓ ભગવાન દેવનારાયણની પૂજા કરે છે. ગામની તમામ જમીન ભગવાન દેવનારાયણના નામે છે. 

ઘરમાં છે તમામ સુવિધાઓ
ગામમાં લગભગ 25 વર્ષ સુધી સરપંચ રહી ચૂકેલા ભાગી દેવી ગુર્જરે મીડિયાને જણાવ્યું કે સમગ્ર ગામમાં અમારી પૌરાણિક માન્યતા તથા દેવનારાયણ ભગવાનનની આસ્થા હોવાના કારણે અમે માટીના તથા પથ્થરના કાચા મકાન બનાવીએ છીએ અને તેમા રહીએ છીએ. આ ગામના સંપન્ન લોકો પણ માટીના  બનેલા કાચા ઘરોમાં જ રહે છે. તેમનું માનવું છે કે પાકી છત બનાવવાથી ગામમાં આફત આવી શકે છે. ઘરમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ મકાન જરૂરી કાચા છે. ઘરમાં ટીવી, ફ્રિજ, કુલર અને મોંઘી લક્ઝરી ગાડીઓ ઉપલબ્ધ હોવા છતાં મકાન કાચા છે. જો આ ગામના લોકો ક્યાંક જાય તો પણ તેઓ કાચા મકાન બનાવીને જ રહે છે. 

આજે વિદેશ મંત્રી S JAISHANKARનો જન્મદિવસ, જાણો તેમની પર્સનલ લાઈફ વિશે

કેમ સંકટ આવી પડ્યું જોશીમઠ પર? જાણો શું કહેવું છે વૈજ્ઞાનિકોનું

'ગુજરાતમાં કોંગ્રેસ કેમ હારી તે બધાને ખબર છે', ખડગેએ બનાવેલી સમિતિ પર ઉઠ્યા સવાલ

ગામમાં બધા છે શાકાહારી
આ ગામના લોકો પોતાને એક જ પૂર્વજના સંતાન માને છે. તેમનું માનવું છે કે તેમના પૂર્વજોએ જ દેવમાલી ગામને વસાવ્યું હતું. આ ગામની એક ખાસિયત એ પણ છે કે અહીં રહેનારા તમામ પરિવાર શાકાહારી છે. અહીં  કોઈ પણ માંસ ખાતું નથી. આ ઉપરાંત અહીં રહેનારા કોઈ પણ દારૂનું સેવન કરતા નથી. 

જુઓ લાઈવ ટીવી

ઘરોમાં તાળા નથી લાગતા
આ ગામમાં આજ સુધી ક્યારેય ચોરી થઈ નથી. આથી અહીંના ઘરોમાં ક્યારેય કોઈ તાળા લાગતા નથી. ગામવાળાઓ વચ્ચે આજ સુધી ક્યારેય ઝઘડો કે વિવાદ પણ થયો નથી. છે ને અનોખું ગામ?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More