Home> India
Advertisement
Prev
Next

Go First ને DGCA એ મોકલી નોટિસ, 50 યાત્રીકોને છોડીને રવાના થઈ ગઈ હતી ફ્લાઇટ, કંપનીએ માંગી માફી

Go First Plane Update: ડીજીસીએએ વિમાન કંપનીને કારણ દર્શાવો નોટિસ મોકલીને પૂછ્યું છે કે કેમ 50 યાત્રીકોને લીધા વગર ફ્લાઇટ બેંગલુરૂ એરપોર્ટથી રવાના થઈ ગઈ હતી?

 Go First ને DGCA એ મોકલી નોટિસ, 50 યાત્રીકોને છોડીને રવાના થઈ ગઈ હતી ફ્લાઇટ, કંપનીએ માંગી માફી

નવી દિલ્હીઃ Go First Plane Update:  નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ગો ફર્સ્ટ એરલાયન્સને (Go First Airlines) નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. ડીજીસીએએ વિમાન કંપનીને કારણ દર્શાવો નોટિસ ફટકારી પૂછ્યુ છે કે કેમ 50 યાત્રીકોને લીધા વગર વિમાન બેંગલુરૂ એરપોર્ટથી રવાના થઈ ગયું. DGCA એ ગો ફર્સ્ટ એરલાયન્સના અધિકારીઓને જવાબ દાખલ કરવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે. 

fallbacks

શું છે સમગ્ર ઘટના
બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ  પર GoFirstની ફ્લાઇટ  54 મુસાફરોને છોડીને ઉડી ગઈ હતી. આ તમામ લોકો બસ દ્વારા પ્લેન તરફ આવી રહ્યા હતા. જ્યારે એરલાઈન્સને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે એરપોર્ટ પર રવાના થયેલા મુસાફરોને ચાર કલાક બાદ બીજી ફ્લાઈટ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા. DGCAએ આ મામલે રિપોર્ટ માંગ્યો છે. ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના સોમવારે સવારે 5.45 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે મુસાફરો બેંગલુરુથી દિલ્હી જતી GoFirst ફ્લાઈટ G8-116માં બેસી રહ્યા હતા. મુસાફરોને વિમાનમાં લઈ જવા માટે કુલ ચાર બસો મોકલવામાં આવી હતી. પ્રથમ બે બસો આગળ વધી હતી. 

પેસેન્જરે કહ્યું- મિત્રએ ફોન કર્યો, ફ્લાઇટ ઉડી રહી છે, હું બસમાં હતો
મુસાફર સુમિત કુમારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું- અમે ત્રીજી બસમાં હતા. પહેલી, બીજી અને ચોથી બસ ફ્લાઇટમાં પહોંચી. મારા મિત્રો પણ ચોથી બસમાં બેઠા હતા. તેમાંથી એકે મને ફોન કરીને કહ્યું કે પ્લેન ટેક ઓફ થવાનું છે. મેં બૂમો પાડવાનું શરૂ કર્યું અને ગ્રાઉન્ડ ક્રૂને કહેવાનું શરૂ કર્યું કે પ્લેન અમારા વિના જઈ રહ્યું છે. ગ્રાઉન્ડ સ્ટાફને આ અંગે કોઈ માહિતી નહોતી. જ્યારે તેઓએ અમારા બોર્ડિંગ પાસ જોયા, ત્યારે એરપોર્ટ અધિકારીઓ ગડબડથી આશ્ચર્યચકિત થઈ ગયા. મુસાફરોએ તેમની પૂછપરછ શરૂ કરી. આ પછી અધિકારીઓએ મુસાફરોને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને બધાને ડિપાર્ચર એરિયાની બહાર લઈ ગયા.

કંપનીએ માંગી માફી
ડીજીબીએ નોટિસ પટકાર્યા બાદ એરલાયન્સ કંપની ગો ફર્સ્ટે માફી માંગી છે. ગો ફર્સ્ટે નિવેદન જાહેર કરી કહ્યું કે બેંગલુરૂથી દિલ્હી આવનાર ઉડાન G8 116 માં અજાણતા થયેલા નિરીક્ષણને કારણે યાત્રીકોને થયેલી અસુવિધાથી અમે ઈમાનદારીથી ક્ષમા ઈચ્છીએ છીએ. યાત્રીકોને દિલ્હી તથા અન્ય ગંતવ્યો માટે વૈકલ્પિક એરલાયન્સમાં સામેલ કરવામાં આવ્યા હતા. 

આ પણ વાંચોઃ બોરવેલ અકસ્માતો રોકવા સુપ્રીમ કોર્ટ ગંભીર, જાહેર કરી ગાઇડલાઇન, જાણો મહત્વની વાતો

યાત્રીકોને ફ્રી ટિકિટની કરી જાહેરાત
એરલાયન્સે કહ્યું કે અમારી સાથે થયેલી અસુવિધા માટે અમે તમારા ધૈર્યની પ્રશંસા કરીએ છીએ અને તેને મહત્વ આપીએ છીએ. આ અસુવિધાના બદલામાં કંપનીએ તમામ પ્રભાવિત યાત્રીકોને આગામી 12 મહિનામાં કોઈપણ ઘરેલું ક્ષેત્રમાં યાત્રા માટે ફ્રી ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે. 

સંબંધિત સ્ટાફ પર કાર્યવાહી
આ સિવાય એરલાયન્સે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. પૂછપરછ ચાલુ રહેવા સુધી આ મામલા સાથે જોડાયેલ તમામ સ્ટાફ રોસ્ટરથી બહાર રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More