Home> India
Advertisement
Prev
Next

Punjab: ચન્ની સરકારમાં મંત્રીઓને ખાતાની વહેંચણી, સુખજિંદર સિંહ રંઘાવા બન્યા ગૃહ મંત્રી

પંજાબની ચન્ની સરકારમાં મંત્રીઓના ખાતાને વહેંચણી થઇ ગઇ છે. સુખજિંદર સિંહ રંઘાવાને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. સીએમ ચરણજીત સિંહ ચન્નીએ રવિવારે રાજ્યમાં મંત્રી પરિષદનો પ્રથમ વિસ્તાર કરી 15 કેબિનેટ મંત્રીઓનો સમાવેશ કર્યો હતો.

Punjab: ચન્ની સરકારમાં મંત્રીઓને ખાતાની વહેંચણી, સુખજિંદર સિંહ રંઘાવા બન્યા ગૃહ મંત્રી

ચંદીગઢ: પંજાબની ચન્ની સરકારમાં મંત્રીઓના ખાતાને વહેંચણી થઇ ગઇ છે. સુખજિંદર સિંહ રંઘાવાને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. સીએમ ચરણજીત સિંહ ચન્નીએ રવિવારે રાજ્યમાં મંત્રી પરિષદનો પ્રથમ વિસ્તાર કરી 15 કેબિનેટ મંત્રીઓનો સમાવેશ કર્યો હતો, જેમાં સાત નવા ચહેરા છે. રાજ્યમાં પાંચ મહિના બાદ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ કવાયદથી સત્તારૂઢ કોંગ્રેસે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

fallbacks

વિદેશ જનારાઓ માટે જરૂરી સમાચાર, બદલાઇ ગયા પાસપોર્ટના નિયમ, જાણો સમગ્ર પ્રોસેસ

કોને મળશે કયો વિભાગ?
ઓપી સોની- સ્વાસ્થ્ય મંત્રી
અમરિંદર રાજા વારિંગ- પરિવહન મંત્રી
ગુરકીરત સિંહ કોટલી- ઉદ્યોગ અને વાણિજ્ય
પરગટ સિંહ- ઉચ્ચ શિક્ષણ અને રમત-ગમત મંત્રી

પરગટ સિંહ- ઉચ્ચ શિક્ષણ અને રમત ગમત મંત્રી
મંત્રીપરિષદના વિસ્તારમાં રણદીપ સિંહ નાભા, રાજકુમાર વેરકા, સંગત સિંહ ગિલજિયાં, પરગટ સિંહ, અમરિંદર સિંહ રાજા વડિંગ અને ગુરકીરત સિંહ કોટલી નવા ચહેરા છે. રાણા ગુરોજીત સિંહ 2018માં અમરિંદર સિંહના નેતૃત્વવાળી મંત્રીમંડલ પદેથી રાજીનામું આપ્યા બાદ વાપસી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પંજાબના મંત્રી પરિષદમાં સાત નવા ચહેરાને સ્થાન મળતાં તેને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની રણનેતિના અનુરૂપ ગણવામાં આવ્યું છે. 

Price Hike: મોંઘવારીનો વધુ એક માર, હવે CNG-PNG નો વારો, જાણો કેટલી વધશે કિંમત

મંત્રીમંડળમાં આ ચહેરાનો ન મળ્યું સ્થાન
અમરિંદર સિંહના નેતૃત્વવાળા મંત્રી મંડળના મંત્રી રહેલા બ્રહ્મ મોહિંદ્ર, મનપ્રીત સિંહ બાદલ, તૃત્પ્ત રાજજિંદર સિંહ બાજવા, અરૂણા ચૌધરી, સુખબિંદર સિંહ સરકારિયા, રજિયા સુલ્તાન, વિજય ઇંદર સિંગલા ભારત ભૂષણ આશુને ફરીથી મંત્રપરિષદમાં સ્થાન મળ્યું નથી. 

દલિત સમુદાય આવ છે સીએમ ચિન્ની
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધૂ પાસેથી લાંબા સમય સુધી માથાકૂટ થયા બાદ અમરિંદર સિંહે રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ દલિત ગ્રુપમાંથી આવનાર ચન્નીએ મુખ્યમંત્રી પદના શપથ ગ્ર્હણ ગુરૂસિંહ સિંહ, મોહિંદ્રા અને સિંગલા અમરિંદર સિંહના નજીકના ગણવામાં આવે છે. મંત્રી પરિષદમાં નવ મંત્રી માલવા, ત્રણ દોઆબા અને છ માઝા ક્ષેત્રોનું પ્રતિધિત્વ કરે છે. બે ઉપમુખ્યમંત્રી માઝા ક્ષેત્રમાંથી આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More