Home> India
Advertisement
Prev
Next

Diwali 2022: દેશભરમાં દિવાળીની ઉજવણી, દરેક ખૂણો રોશનીથી ઝગમગી ઉઠ્યો, જુઓ તસવીરો

Diwali celebration દેશભરમાં આજે દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે. લોકો ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરી રહ્યાં છે. લોકોએ માં લક્ષ્મીનું પૂજન કર્યું છે. તો દીવાની રોશનીથી દેશ ઝગમગી ઉઠ્યો છે. 

Diwali 2022: દેશભરમાં દિવાળીની ઉજવણી, દરેક ખૂણો રોશનીથી ઝગમગી ઉઠ્યો, જુઓ તસવીરો

નવી દિલ્હીઃ દેશભરમાં દીપના તહેવાર દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભર રોશનીથી જગમગી ઉઠ્યો છે. દિવાળીના તહેવાર પર રાષ્ટ્રપતિથી લઈને પ્રધાનમંત્રી સુધી દરેક નેતાઓએ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોમવારે દેશવાસીઓને દિવાળીઓની શુભેચ્છા આપી અને લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિની કામના કરી છે. રાષ્ટ્રપતિ ભવને ટ્વીટ કર્યું- દરેક દેશવાસીઓને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. પ્રકાશ અને ઉમંગના આ પવિત્ર તહેવાર પર, આપણે જ્ઞાન અને ઉર્જાના દીપકનું પ્રાગટ્ય કરી જરૂરીયાતમંદ લોકોના જીવનમાં પણ ખુશીઓ લાવવાનો પ્રયાસ કરીએ. ગુજરાત સહીત દેશમાં લોકો ફટાકડા ફોડી, દીવા પ્રગટાવી તહેવારની ઉજવણી કરી રહ્યાં છે. 

fallbacks

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રપતિ મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને તેમના આવાસ પર પહોંચીને દિવાળીની શુભેચ્છા આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને બંનેએ એકબીજાને દિવાળીના પર્વની શુભેચ્છા આપી હતી. સાથે તેમણે સંપૂર્ણ માનવતા માટે શાંતિ, સમૃદ્ધિ અને સારા આવતીકાલની ઇચ્છા વ્યક્ત કરી. ઉપરાષ્ટ્રપતિ સચિવાયલે અહીં સ્થિત ઉપરાષ્ટ્રપતિ નિવાસમાં બંનેની મુલાકાતની તસવીર ટ્વિટર પર શેર કરી છે. 

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દિવાળીના અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ આપી અને તેમના જીવનમાં ખુશી, સ્વાસ્થ્ય અને શાંતિની કામના કરી. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે ધનખડના હવાલાથી ટ્વીટ કર્યું, 'દીવાપલીની હાર્દિક શુભકામનાઓ.' ઉપરાષ્ટ્રપતિએ કહ્યું- દીપ્તિમાન પ્રકાશનું આ પર્વ, આપણા જીવનમાં જ્ઞાન, શુભતા અને સમૃદ્ધિ લાવે. જગમગતા દીવાઓની આભા આપણા દેશને આશા, સુખ, આરોગ્ય અને સંવાદિતાથી પ્રકાશિત કરે.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ દિવાળી પર દેશવાસીઓને શુભેચ્છા આપી છે. બિરલાએ ટ્વીટ કર્યું, 'ઉત્સાહ અને ઉમંગના મહાપર્વ દીપોત્સવ, દિવાળી પર સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. તેમણે કહ્યું- માં લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશના આર્શીર્વાદથી બધાના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે અને બધાનું કલ્યાણ થાય.'

પ્રધાનમંત્રી મોદીએ લોકોને આપી દિવાળીની શુભેચ્છાઓ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે લોકોને દિવાળીની શુભેચ્છા આપી અને કામના કરી કે આ તહેવાર લોકો માટે ખુશી અને સમૃદ્ધિ લાવે. તેમણે ટ્વીટ કર્યું- દિવાળીની તમને બધાને ખુબ શુભેચ્છાઓ. પ્રકાશનું આ પર્વ દરેકના જીવનમાં ખુશીઓ અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે. હું આશા કરુ છું કે તમે તમારા પરિવાર અને મિત્રોની સાથે શાનદાર દિવાળી ઉજવો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More