Home> India
Advertisement
Prev
Next

DMK પ્રમુખ કરૂણાનિધિની તબિયતમાં સુધારો, હોસ્પિટલ બહાર સમર્થકોનો જમાવડો

ડીએમકે અધ્યક્ષ તથા તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરૂણાનિધિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સારવાર દરમિયાન તેમની હાલત રવિવારે થોડા સમય માટે અત્યંત નાજુક થઇ ગઇ હતી. મોટી સંખ્યામાં સમર્થકો પોતાના નેતા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. રવિવારે રાત્રે કાવેરી હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર કરૂણાનિધિને ક્ષણિત આધાત લાગ્યો હતો, પરંતુ તેમના વાઇટલ્સ સામાન્ય છે અને વિશેષજ્ઞોની એક પેનલ દ્વારા તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે.

DMK પ્રમુખ કરૂણાનિધિની તબિયતમાં સુધારો, હોસ્પિટલ બહાર સમર્થકોનો જમાવડો

ચેન્નઇ: ડીએમકે અધ્યક્ષ તથા તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરૂણાનિધિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સારવાર દરમિયાન તેમની હાલત રવિવારે થોડા સમય માટે અત્યંત નાજુક થઇ ગઇ હતી. મોટી સંખ્યામાં સમર્થકો પોતાના નેતા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. રવિવારે રાત્રે કાવેરી હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર કરૂણાનિધિને ક્ષણિત આધાત લાગ્યો હતો, પરંતુ તેમના વાઇટલ્સ સામાન્ય છે અને વિશેષજ્ઞોની એક પેનલ દ્વારા તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે.
fallbacks

fallbacks

ડીએમકે નેતા તથા પૂર્વ કેંદ્રીય મંત્રી એ રાજાએ હોસ્પિટલ પરિસરમાં સંવાદદાતાઓને કહ્યું કે સત્ય છે કે તેમની હાલાત નાજુક થઇ ગઇ હતી પરંતુ હવે સઘન સારવારથી તેમની તબિયતમાં સુધારો થયો છે. તેમના સમર્થકો અને લોકોને અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેમને આઇસીયૂમાં સારવાર ચાલી રહી છે.

એ રાજાની આ જાણકારીનું કરૂણાનિધિના સમર્થકોએ બૂમો પાડીને સ્વાગત કર્યું. પોતાના નેતાની તબિયત ખરાબ થવાની જાણકારી મળ્યા બાદ મોટી સંખ્યામાં સમર્થક હોસ્પિટલ પહોંચી ગયા છે. અલવાપેટ વિસ્તારમાં હજારોની સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. રવિવારે સમર્થકોની ભીડના લીધે ટ્રાફિકજામ થઇ ગયો હતો. ટ્રાફિક ઉઘાડો કરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
fallbacks

રવિવારે સવારથી જ હોસ્પિટલમાં સમર્થકોની અવર-જવર શરૂ થઇ ગઇ હતી પરંતુ કરૂણાનિધિની હાલત બગડી હોવાના સમાચાર ફેલાયા બાદ સાંજે સાડા સાત વાગે સમર્થકોની ભીડ એકઠી થવાની શરૂ થઇ ગઇ હતી. કાવેરી હોસ્પિટલે રાત્રે 9:50 વાગે કરૂણાનિધિનું હેલ્થ બુલેટિન જાહેર કરતાં દ્વમુક અધ્યક્ષ એમ કરૂણાનિધિની તબિયત થોડા સમય માટે નાજુક થઇ હતી, પરંતુ હાલ તેમની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. 

તેમના સ્વાસ્થ્ય પર વિશેષજ્ઞ ડોક્ટરોની પેનલ સતત નજર રાખી રહી છે અને તેમની સારવાર ચાલુ છે. આ દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓ ખાસકરીને મહિલાઓ રડતી જોવા મળી. રવિવારે કરૂણાનિધિનું બ્લડપ્રેશર ઘટી જતાં તેમને કાવેરી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. કરૂણાનિઅધિના પુત્ર એમકે સ્ટાલિન, પુત્રી કનિમોઝી અને પરિવારના અન્ય સભ્યો હોસ્પિટલ પહોંચી ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More