Home> India
Advertisement
Prev
Next

નવી કાર લેતી વખતે લોકો મોટી ચાવી સાથે કેમ ફોટો પડાવે છે? તમારે જાણવું ખુબ જરૂરી

Photo With Big Car Key: કારની ડિલિવરી આપતી વખતે ડીલરશીપ મોટી નકલી ચાવી સાથે ગ્રાહકોના ફોટા પાડે છે. આ ખુબ સામાન્ય વાત છે. તમે પણ જોયું હશે કે લોકો જ્યારે નવી કાર ખરીદે છે ત્યારે તેઓ સોશિયલ મીડિયા પર તસવીરો નાખે છે જેમાં તેઓ કારની આગળ ઊભા હોય છે અને ડીલરશિપ તરફથી તેમને મોટી ચાવી આપવામાં આવે છે.

નવી કાર લેતી વખતે લોકો મોટી ચાવી સાથે કેમ ફોટો પડાવે છે? તમારે જાણવું ખુબ જરૂરી

Photo With Big Car Key: કારની ડિલિવરી આપતી વખતે ડીલરશીપ મોટી નકલી ચાવી સાથે ગ્રાહકોના ફોટા પાડે છે. આ ખુબ સામાન્ય વાત છે. તમે પણ જોયું હશે કે લોકો જ્યારે નવી કાર ખરીદે છે ત્યારે તેઓ સોશિયલ મીડિયા પર તસવીરો નાખે છે જેમાં તેઓ કારની આગળ ઊભા હોય છે અને ડીલરશિપ તરફથી તેમને મોટી ચાવી આપવામાં આવે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે ડીલરશિપ આવું કેમ કરે છે? હકીકતમાં આ એક પ્રકારની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. તમને જણાવીએ તેના વિશે....

fallbacks

સેલિબ્રેટ કરવું
સૌથી પહેલા તો આમ કરવાથી ડીલરશિપ ગ્રાહકોને અહેસાસ અપાવે છે કે તેમણે જે નવી કાર ખરીદવાનો નિર્ણય લીધો  છે તે યોગ્ય છે અને તેને સેલિબ્રેટ કરવું જોઈએ. આ સેલિબ્રેશન માટે મોટી ચાવી સાથે તેમની તસવીર ક્લિક કરાવે છે. 

યાદગાર બનાવવું
નવી કાર  ખરીદવી એક મોટું રોકાણ છે. ગ્રાહક મોટાભાગે આ અનુભવને યાદગાર બનાવવા માટે ઉત્સુક હોય છે. આવામાં મોટી ચાવી સાથે તસવીર એ દેખાડવાની શાનદાર રીત છે કે ગ્રાહકો પોતાની નવી કાર સાથે કેટલા ઉત્સાહિત છે. 

બ્રાન્ડિંગ
મોટી ચાવી કાર કંપનીનું બ્રાન્ડિંગ કરે છે. મોટી  ચાવી પર કાર કંપનીનો લોગો હોય છે. ગ્રાહકો આ તસવીરને સંભાળીને રાખે છે અને તેની સાથે જ કાર કંપનીનો લોગો તેમની સાથે હંમેશા રહે છે. 

ફ્રી પ્રમોશન
લોકો પોતાની કાર ખરીદવા દરમિયાનની તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરે છે. આવામાં મોટી ચાવી પર કંપનીનો લોગો હોવાથી તેમનું ફ્રીમાં પ્રમોશન પણ થાય છે. આ તસવીરને વધુ  આકર્ષણ મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More