નોઈડા: ભારતમાં જલદી કોરોના રસીકરણના સૌથી મોટા મહાઅભિયાનની શરૂઆત થવા જઈ રહી છે. આવામાં નોઈડા સાંસદ ડોક્ટર મહેશ શર્માએ પોતાના આખા પરિવાર સાથે કોરોના રસી મૂકાવવાનો નિર્ણય લીધો છે. તેઓ દેશના પહેલા સાંસદ હશે, જેઓ પરિવારની સાથે કોરોના વેક્સિનેશન સેન્ટર જઈને રસી મૂકાવશે.
16 જાન્યુઆરીથી શરૂ થશે મહાઅભિયાન
અત્રે જણાવવાનું કે હાલમાં જ DCGI એ કોરોનાની બે રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી. તેના થોડા દિવસ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 16 જાન્યુઆરીથી આ મહાઅભિયાનની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. રસીકરણના પહેલા તબક્કામાં 3 કરોડ સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને રસી મૂકવામાં આવશે. જેમાં 28 દિવસના સમયગાળામાં રસીના બે ડોઝ આપવામાં આવશે.
SCની કમિટીથી અલગ થયા BKU નેતા ભુપિન્દર સિંહ માન, કહ્યું- પંજાબ અને કિસાનોની સાથે છું
સંપૂર્ણ રીતે સુરક્ષિત છે કોરોનાની બંને રસી
અનેક દેશોમાંથી કોરોનાની રસીની આડઅસરના સમાચાર આવતા લોકોમાં ડરનો માહોલ છે. આ અંગે નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી કે પોલે કહ્યું કે આ બંને રસીનું હજારો લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. ટ્રાયલમાં બંને રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત જોવા મળી છે અને તેનાથી કોઈ જોખમ નથી. તેમણે કહ્યું કે આ રસીની સાઈડ ઈફેક્ટર નહીવત્ છે. તેનાથી લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે