Home> India
Advertisement
Prev
Next

IMA ની અપીલ પર આજે દેશભરના તબીબો હડતાળ પર, ચાલુ રહેશે આટલી સેવાઓ

IMA ની અપીલ પર આજે દેશભરના તબીબો હડતાળ પર, ચાલુ રહેશે આટલી સેવાઓ
  • આજે દેશભરમાં એલોપથી ડોક્ટર હડતાળ પર ઉતર્યાં છે.
  • તેની સીધી અસર હોસ્પિટલની ઓપીડી પર પડી છે.
  • ઈમરજન્સી સેવાઓ અને કોરોના દર્દીઓની સારવાર રાબેતામુજબ ચાલુ છે

ઝી મીડિયા/બ્યૂરો :આર્યુવેદ(Ayurveda) ના તબીબોને સર્જરી (Surgery) કરવાના અધિકારની વિરુદ્ધ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને (IMA)આજે દેશભરમાં હડતાળની જાહેરાત કરી છે. જેને પગલે આજે દેશભરમાં એલોપથી ડોક્ટર હડતાળ પર ઉતર્યાં છે. તેની સીધી અસર હોસ્પિટલની ઓપીડી પર પડી છે. જોકે, હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવાઓ અને કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર રાબેતામુજબ ચાલુ છે.

fallbacks

આર્યુવેદના તબીબોને સર્જરીનો હક અપવાથી નારાજ છે IMA
ઉલ્લેખનીય છે કે, ડોક્ટરોની આજે હડતાળ સરકારના એ આદેશની વિરુદ્ધમાં છે, જેમાં સરકારે આર્યુવેદના ડોક્ટરોને નાક, કાન, ગળા જેવી 58 પ્રકારના સામાન્ય ઉપચારના સર્જરીને પરમિશન આપી છે.  IMA એ આ અધ્યાદેશને મેડિકલ પ્રોફેશનના વિરોધી બતાવીને તેને પરત લેવાની માંગ કરી છે. IMA નું કહેવુ છે કે, આ અધ્યાદેશથી દેશમાં સારવારની ક્વોલિટી પર અસર પડશે અને ઝોલાછાપ ડોક્ટરોને પ્રોત્સાહન મળશે. સીસીઆએમએ 20 નવેમ્બર 2020ના રોજ આ સૂચના જાહેર કરી હતી. 

આ પણ વાંચો : મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બાદ હવે નીતિન પટેલ પણ પેજ પ્રમુખ બન્યા

આજે દેશમાં હડતાળ દરમિયાન શુ ખુ્લ્લુ રહેશે અને શુ બંધ રહેશે

  • ક્લીનિક બંધ રહેશે
  • ડિસ્પેન્સરી બંધ રહેશે
  • હોસ્પિટલની ઓપીડી બંધ રહેશે
  • પહેલેથી નક્કી કરાયેલા ઓપરેશન નહિ થાય
  • ઈમરજન્સી સેવા ચાલુ રહેશે
  • કોરોનાની સારવાર ચાલુ રહેશે

આ પણ વાંચો : બે દિવસમાં અમદાવાદમાં BRTS બસનો બીજો અકસ્માત, ચંદ્રનગર પાસે ટેમ્પો સાથે મોટી ટક્કર

સરકારના સમર્થનમાં આવ્યા આયુર્વેદ ડોક્ટર
આજે જાહેર કરાયેલા હડતાળ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ દમરિયાન આઈએમએની ઓફિસોમાં ડોક્ટરો ધરણા પણ કરશે. તો સરકારના આ આદેશના સમર્થનમાં આયુર્વેદ ડોક્ટર પણ એકજૂટ થયા છે. આયુર્વેદ તબીબોનું કહેવુ છે કે, આ અધ્યાદેશના નિર્ણય પર તેઓ સરકારની સાથે છે. આ નિર્ણયથી સારવારનો ખર્ચ ઘટશે. તો સાથે જ લોકોને ઓછા રૂપિયામાં સસ્તી તેમજ ગુણવત્તાયુક્ત સારવાર મળી રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More