અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વિદેશ મંત્રાલયના એ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે જેમાં કહેવાયું હતું કે અમેરિકા અને યુરોપે રશિયા પાસેથી તેલની આયાત મુદ્દે ભારત પર નિશાન સાંધ્યુ છે પરંતુ અમેરિકાએ પોતે રશિયા પાસેથી યુરેનિયમ હેક્સાફ્લોરાઈડ, પેલેડિયમ, ફર્ટિલાઈઝર્સ અને કેમિકલ્સની આયાત ચાલુ રાખી છે. ટ્રમ્પે કહ્યું કે મને આ અંગે કોઈ જાણકારી નથી. હું તેની તપાસ કરીશ.
વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં કહ્યું હતું કે યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકા અને યુરોપીયન સંઘે ભારત પર રશિયા પાસેથી ઓઈલની ખરીદી મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. તે સમયે અમેરિકાએ જ ભારતને આ આયાત ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યું હતું જેથી કરીને વૈશ્વિક ઉર્જા બજારની સ્થિરતા જળવાઈ રહે.
વિદેશ મંત્રાલેય ટ્રમ્પને અરીસો દેખાડ્યો હતો કે અમેરિકા પોતાના પરમાણુ ઉદ્યોગ માટે રશિયા પાસેથી યુરેનિયમ હેક્સાફ્લોરાઈડ, પોતાના ઈવી ઉદ્યોગ માટે પેલેડિયમ, અને ફર્ટિલાઈઝર્સની સાથે સાથે કેમિકલની આયાત કરે છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આવામાં ભારત પર નિશાન સાંધવુ અયોગ્ય અને અવ્યવહારિક છે. કોઈ પણ મોટી અર્થવ્યવસ્થાની જેમ ભારત પોતાના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાની રક્ષા માટે જરૂરી તમામ પગલાં ભરશે.
#WATCH | Responding to ANI's question on US imports of Russian Uranium, chemical fertilisers while criticising their (Indian) energy imports', US President Donald Trump says, "I don't know anything about it. I have to check..."
(Source: US Network Pool via Reuters) pic.twitter.com/OOejcaGz2t
— ANI (@ANI) August 5, 2025
ભારતે આ સાથે યુરોપને પણ જડબાતોડ જવાબ આપ્યો હતો કે યુરોપનું 2024માં રશિયા સાથે વસ્તુઓમાં દ્વિપક્ષીય વેપાર 67.5 બિલિયન યુરો રહ્યો આ ઉપરાંત 2023માં સેવાઓમાં વેપારનું અનુમાન 17.2 બિલિયન યુરો હતું. જે તે સમયગાળા દરમિયાન ભારતના રશિયા સાથે કુલ વેપારથી ઘણું વધુ છે.
ટ્રમ્પને શું કરાયો સવાલ
વ્હાઈટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એએનઆઈ ન્યૂઝએ ટ્રમ્પને સવાલ કર્યો કે અમેરિકા રશિયા પાસેથી કેમિકલ અને ખાતર કેમ ખરીદે છે જેના પર ટ્રમ્પે સવાલ કર્યો કે તેમને આ અંગે કોઈ જાણકારી નથી અને તપાસ કરાવશે.
નીક્કી હેલીએ પણ કર્યો ટ્રમ્પનો વિરોધ
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નીક્કી હેલીએ પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પના રશિયા પાસેથી ઓઈલની ખરીદીના મુદ્દે ભારે ટેક્સ લગાવવાના નિર્ણયનો આકરો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને છૂટ આપી છે અને તેમણે ભારત જેવા મજબૂત મિત્ર સાથે સંબંધ ખરાબ કરતા બચવું જોઈએ. હેલીએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે ચીન જે અમેરિકાનો વિરોધી છે તે રશિયા અને ઈરાન પાસેથી તેલની ખરીદીનો સૌથી મોટો ગ્રાહક છે, આમ છતાં ટ્રમ્પે ચીન પર 90 દિવસ સુધી ટેક્સ નહીં લગાવવાનો નિર્ણય લીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે