Home> India
Advertisement
Prev
Next

છત્તીસગઢમાં ફરી નક્સલી હુમલો, દૂરદર્શનના કેમેરામેનને મોતને ઘાટ ઊતાર્યો, 2 જવાન શહીદ

 છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓએ દૂરદર્શનની ટીમ પર હુમલો કર્યો છે. જેમાં દૂરદર્શનના એક કેમેરામેન સહિત બે જવાન શહીદ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જે સમયે દૂરદર્શનની ટીમ પર આ હુમલો થયો હતો, તેના થોડા સમય પહેલા જ આ વિસ્તારમાં નક્સલીઓ અને સેનાની વચ્ચે અથડામણ ચાલી રહ્યું હતું. જેમાં કેટલાક જવાન ઘાયલ થવાની સાથે બે જવાનોના શહીદ થવાના પણ સમાચાર મળ્યાં છે.

છત્તીસગઢમાં ફરી નક્સલી હુમલો, દૂરદર્શનના કેમેરામેનને મોતને ઘાટ ઊતાર્યો, 2 જવાન શહીદ

દંતેવાડા : છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓએ દૂરદર્શનની ટીમ પર હુમલો કર્યો છે. જેમાં દૂરદર્શનના એક કેમેરામેન સહિત બે જવાન શહીદ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જે સમયે દૂરદર્શનની ટીમ પર આ હુમલો થયો હતો, તેના થોડા સમય પહેલા જ આ વિસ્તારમાં નક્સલીઓ અને સેનાની વચ્ચે અથડામણ ચાલી રહ્યું હતું. જેમાં કેટલાક જવાન ઘાયલ થવાની સાથે બે જવાનોના શહીદ થવાના પણ સમાચાર મળ્યાં છે.

fallbacks

અરનપુર પોલીસ વિસ્તારની ઘટના
આ ઘટના દંતેવાડા જિલ્લાના નીલવાયા જંગલોની પાસની છે. આ વિસ્તાર અરનપુર પોલીસ સ્ટેશન અંતર્ગત આવે છે. ઉલ્લેખનીય છે કે, દૂરદર્શનની આ ટીમ એક કાર્યક્રમ શૂટ કરવા માટે દંતેવાડાના અરનપુર વિસ્તાર નજીક નીલવાયાના જંગલોમાં ગયું હતું. જ્યાં તેમને કેટલાક લોકો મળ્યા હતા. ટીમ મેમ્બર્સે જ્યારે આ લોકોની તપાસ કરી, તો તેમને જાણવા મળ્યું કે આ તમામ નક્સલી છે. 

બે પોલીસ કર્મચારીઓના મોત
નક્સલીઓને જેમ માલૂમ પડ્યું કે, આ ટીમ દૂરદર્શનની છે, તો તેઓએ અચાનક હુમલો કર્યો હતો. જેમાં ટીમની સાથે આવેલ કેમેરામેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ સાથે જ અથડામણમાં સેનાના બે જવાનોનું મોત થયું હતું. 

અન્ય બે ઘાયલ
આ ઘટનાની પુષ્ટિ કરતા દંતેવાજા રેન્જના ડીઆઈ પી.સુંદરાજે જણાવ્યું કે, અરનપુરમાં પેટ્રોલિંગ દરમિયાન થયેલ નક્સલી હુમલામાં સેનાના બે જવાન શહીદ થયા હતા. જ્યારે કે દૂરદર્શનના એક કેમેરામેનનું આ હુમલામાં મોત થયું હતું. ત્યાં બે લોકો હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમની સારવાર ચાલી રહી છે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More