Home> India
Advertisement
Prev
Next

Shocking News: લગ્નના 14 વર્ષ બાદ પણ વફાદારી પર શંકા, પત્નીના હાથમાં પતિએ એવી વસ્તુ પકડાવી કે...

Shocking News: લગ્નના 14 વર્ષ બાદ પણ પતિએ વફાદારી શંકા રાખી પત્ની અગ્નિ પરીક્ષા લીધી હતી. પતિએ વફાદારી ચકાસવા પત્ની જોડે એવું કામ કરાવ્યું કે તે જાણીને તમારા હોશ ઉડી જશે.

Shocking News: લગ્નના 14 વર્ષ બાદ પણ વફાદારી પર શંકા, પત્નીના હાથમાં પતિએ એવી વસ્તુ પકડાવી કે...

Shocking News: દેશભરમાંથી પત્ની પર પતિ દ્વારા અત્યાચારની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે કર્ણાટકના કોલારથી આવો જ એક હોશ ઉડવાતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પતિએ વફાદારી પર શંકા રાખી પત્નીની અગ્નિ પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. જે બાદ પતિએ પત્ની જોડે એવું કામ કરાવ્યું કે જે જાણીને તમારા હોશ ઉડી જશે.

fallbacks

હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, કર્ણાટકના કોલારના વીરેનહલ્લી ગામની એક મહિલાની પતિ દ્વારા અગ્નિ પરીક્ષા લેવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એક એનજીઓ દ્વારા આ સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા આરોપી પતિની શોધખોળ કરવામાં આવી રહી છે. 

કાળઝાળ ગરમી વચ્ચે જાણો દેશમાં કેમ વધી રહ્યું છે વીજળી સંકટ? સામે આવ્યું આ મોટું કારણ

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પત્નીએ આ ઘટના બાદ તેના પતિ વિરૂદ્ધ ફરિયાદ એટલા માટે કર ન હતી કેમ કે તેનો પતિ ગુસ્સે થતો. તો બીજી તરફ આ સમગ્ર મામલાની જાણકારી મળતા પોલીસ આરોપીની ધરપકડ કરવા તેના ઘરે પહોંચી હતી. જો કે, આરોપી પતિને પહેલાથી જ જાણ થઈ ગઈ હોવાથી પોલીસ આવે તે પહેલા જ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો.

રશિયાએ ઓડેસા પર મિસાઈલથી હુમલોનો કર્યો દાવો, અમેરિકી હથિયારો પર સાધ્યું નિશાન

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બંનેના લગ્નને 14 વર્ષ થઈ ગયા છે. ત્યારે લગ્નના 14 વર્ષ બાદ પણ પતિને પત્નીની વફાદારી પર શંકા હતી. જેને લઇને શખ્સે તેની પત્નીની અગ્નિ પરીક્ષા લીધી હતી. પત્નીની વફાદારી ચકાસવા માટે આરોપી પતિએ તેને હાથમાં કપૂર સળગાવવા માટે મજબૂર કરી હતી. જેના કારણે યુવતીનો હાથ ગંભીર રીતે દાઝી ગયો હતો. આરોપી પતિનું નામ આનંદ હોવાનું જાણવા મળી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More