Home> India
Advertisement
Prev
Next

DRDO એ નવી પેઢીની આકાશ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ, વાયુ સેનાની તાકાતમાં થશે વધારો

DRDL અને DRDO લેબની સહાયતાથી બનેલી મિસાઇલ રક્ષા અનુસંધાન અને વિકાસ પ્રયોગશાળા  (DRDL), હૈદરાબાદ દ્વારા અન્ય DRDO પ્રયોગશાળાના સહયોગથી નવી પેઢીની આકાશ મિસાઇલ સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે.
 

DRDO એ નવી પેઢીની આકાશ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ, વાયુ સેનાની તાકાતમાં થશે વધારો

નવી દિલ્હીઃ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ બુધવારે દેશમાં વિકસિત ઓછી વજનવાળી અને નવી પેઢીની આકાશ મિસાઇલ (આકાશ-એનજી) નું એક સપાટીથી હવામાં માર કરનારી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. એક સત્તાવાર નિવેદન અનુસાર મૈન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલને થર્મલ સાઇટની સાથે એકીકૃત એક મેન-પોર્ટેબલ લોન્ચરથી લોન્ચ કરવામાં આવી હતી.

fallbacks

પરીક્ષણ દરમિયાન મિસાઇલે પોતાના ટાર્ગેટનો નષ્ટ કરી દીધો. આકાશ મિસાઇલને ઓડિશાના કિનારાથી એકીકૃત પરીક્ષણ રેન્જ (આઈટીઆર)થી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. મિસાઇલે ડાયરેક્ટ એટેક મોડમાં ટાર્ગેટને મારી તેને નષ્ટ કરી દીધો. આ સાથે ડીઆરડીઓએ કહ્યું મિશનના બધા ઉદ્દેશ્યોને પૂરા કરવામાં આવ્યા. મિસાઇલનું પહેલા મેક્સિમમ રેન્જનું પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવી ચુક્યુ છે. 

આ પણ વાંચોઃ Farmers protest: કિસાનોને જંતર-મંતર પર પ્રદર્શન કરવાની મળી મંજૂરી, પોલીસે રાખી આ શરત  

DRDL અને DRDO લેબની સહાયતાથી બનેલી મિસાઇલ રક્ષા અનુસંધાન અને વિકાસ પ્રયોગશાળા  (DRDL), હૈદરાબાદ દ્વારા અન્ય DRDO પ્રયોગશાળાના સહયોગથી નવી પેઢીની આકાશ મિસાઇલ સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે. મિસાઇલના પરીક્ષણને ભારતીય વાયુ સેનાના પ્રતિનિધિઓએ પણ જોયું છે. મિસાઇલની ઉડાન સંબંધિત ડેટાનું એનાલિસિસ કરવા માટે આઈટીઆરે ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ, રડાર અને ટેલીમેટ્રી જેવા ઘણા રેન્જ સ્ટેશનોને તૈનાત કર્યાં હતા. 

સામેલ થયા બાદ વધી જશે વાયુ સેનાની તાકાત
ડીઆરડીઓએ કહ્યું કે, પરીક્ષણ દરમિયાન, મિસાઇલે ઝડપી હવાઈ ખતરાને બેઅસર કરવા માટે જરૂરી ઉચ્ચ ગતિશીલતાનું પ્રદર્શન કર્યું છે. મહત્વનું છે કે વાયુસેનામાં આકાશની તૈનાતી થવા પર હવામાં ભારતની તાકાત વધુ મજબૂત થશે. આ પરીક્ષણમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ અને ભારત ડાનેમિક્સ લિમિટેડ પણ સામેલ થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More