નવી દિલ્હી : જો તમારું વજન વધારે હોય તો ખાસ પ્રકારના 3 ડ્રિન્ક્સ તમારી મદદ કરી શકે છે. વજન ઘટાડવા માટે ડાઇટિંગ કે ભોજન છોડવાની જરૂર નથી. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ડ્રિન્કની મદદથી તમે માત્ર 3થી 4 અઠવાડિયામાં 6 કિલો સુધી વજન ઘટાડી શકો છે. જોકે આ વેટ લોસ ડ્રિન્ક્સ સાથે રોજ કસરત અને હેલ્ધી ભોજન લેવાથી ઝડપથી વજન ઘટશે. વજન ઘટાડતા આ 3 ડ્રિન્કની વિગતો નીચે પ્રમાણે છે.
1. મિન્ટ સાથે ગ્રીન ટી
ગ્રીન ટીમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે વ્યક્તિને હંમેશા ફ્રેશ રાખે છે અને એના કેફિનની મદદથી વજન પણ ઘટે છે. આનાથી ફેટ બળે છે અને કસરત કરવાની ક્ષમતા વધે છે. ગ્રીન ટીમાં કૈટચિન પણ હોય છે જે વજન ઘટાડે છે અને પાચન સ્વસ્થ રાખે છે.
સામગ્રી
રીત
પાનમાં પાણી તેમજ મિંટની પત્તી નાખીને ઉકાળો. એને પાંચ મિનિટ ઉકળવા દો અને પછી એમાં ગ્રીન ટીની પત્તી નાખો. બીજી પાંચ મિનિટ ઉકળવા દો. આ પછી એને ગાળીને પી લો.
2. સિટ્રસ ડ્રિન્ક
અમેરિકામાં થયેલા રિસર્ચમાં સાબિત થયું હતું કે આના ઉપયોગથી વજન ઘટે છે અને ભુખ પણ વધે છે. આનાથી પાચનક્રિયા પણ સુધરે છે.
સામગ્રી
રીત
બ્લેન્ડરની મદદથી મોસંબી અને દાડમનો જૂસ કાઢો. આને ગ્લાસમાં કાઢીને એમાં મધ નાખો અને જરૂરિયાત પ્રમાણે મીઠું નાખો. આને મિક્સ કરીને રોજ પીવાનું શરૂ કરી દો.
3. ડાર્ક ચોકલેટ
કોફીમાં કેફિન હોય છે જે મેટોબોલિઝમને મજબૂત બનાવેછે. આનાથી ભુખ પણ વધે છે. રિસર્ચ પછી માહિતી મળી છે કે ડાર્ક ચોકલેટમાં ઉર્જા આપતા તત્વો હોય છે જે ફેટને બાળવામાં મદદ કરે છે.
સામગ્રી
રીત
કોફી કપમાં ગરમ પાણી અને કોફી નાખીને એને યોગ્ય રીતે મેળવો. અળસીના બી નાખીને બીજીવાર મિક્સ કરો તેમજ ગ્રેટેડ ડાર્ક ચોકલેટ નાખીને પીઓ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે