નવી દિલ્હી: વધતા કોરોના (Corona) સંક્રમણ વચ્ચે દેશમાં વધુ એક રસી આવી ગઈ છે. DGCI તરફથી કોવિડ રસી ‘SPUTNIK V' ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના કે વી જી સોમાનીએ આ મંજૂરી આપી. અત્રે જણાવવાનું કે ભારતમાં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે ત્યારે આ એક રાહતના સમાચાર છે.
દેશને મળી ત્રીજી રસી
દેશમાં ઈમરજન્સી ઉપયોગ માટે આ રસીને રશિયાથી આયાત કરાશે. અત્રે જણાવવાનું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનને પહેલેથી આ મંજૂરી મળી ચૂકી છે. હવે ભારત પાસે કોરોના સંક્રમણ સામે લડવા માટે ત્રીજુ હથિયાર પણ મળી ગયું છે.
ડો. રેડ્ડીઝે ગત વર્ષ સપ્ટેમ્બરમાં આ રસીના મેડિકલ એક્ઝામિનેશન અને ભારતમાં તેના ડિસ્ટ્રીબ્યુશન અધિકાર માટે રશિયન ડાઈરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) સાથે ભાગીદારી શરૂ કરી હતી. અત્રે જણાવવાનું કે સ્પુતનિક વી ના ત્રીજા તબક્કાના ટેસ્ટના વચગાળાના પરિણામોમાં તેના 91.6 ટકા પ્રભાવી હોવાની વાત સામે આવી હતી.
#COVID19 | Drug Controller General of India (DCGI) has approved emergency use authorisation of Russian vaccine, Sputnik V pic.twitter.com/lrUH18I9nP
— ANI (@ANI) April 13, 2021
સોમવારે SEC એ આપી હતી મંજૂરી
અત્રે જણાવવાનું કે સોમવારે સ્પુતનિક વીને વેક્સિન મામલાની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ મંજૂરી આપી દીધી હતી. સ્પુતનિક દ્વારા ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગવામાં આવી હતી. તેવામાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી તરફથી સોમવારે આ વેક્સિનની મંજૂરી પર ચર્ચા થઈ હતી.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.61 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આજે સવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,61,736 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,36,89,453 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,22,53,697 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. જ્યારે 12,64,698 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક્ટિવ કેસની સંખ્યા ખુબ વધી રહી છે જે ચિંતાજનક છે. એક જ દિવસમાં કોરોનાએ 879 લોકોનો ભોગ લીધો. આ સાથે જ કુલ મૃત્યુનો આંકડો 1,71,058 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી દેશમાં કુલ 10,85,33,085 લોકોને રસી આપવામાં આવી છે.
Corona બન્યો ખતરનાક, RT-PCR ટેસ્ટને પણ આપે છે થાપ, લક્ષણોવાળા દર્દીના રિપોર્ટ આવે છે નેગેટિવ
Corona Update: કોરોનાનો ભયંકર પ્રકોપ, 24 કલાકમાં 1.61 લાખથી વધુ કેસ, 879 લોકોના મૃત્યુ
Video: કોરોનાકાળમાં ડોક્ટરે રડતાં રડતાં આપ્યું રાજીનામું, કોંગ્રેસના 2 નેતા સામે કેસ દાખલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે