Home> India
Advertisement
Prev
Next

એર ઈન્ડિયાની ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં નશામાં ધૂત વ્યક્તિએ મહિલા પર કર્યો પેશાબ, પછી જે થયું....

એર ઈન્ડિયાએ 26મી નવેમ્બરની આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે એર ઈન્ડિયાએ આ ઘટના અંગે એક ઈન્ટરનલ કમિટીની રચના કરી છે અને આવી હરકત  કરનારા યાત્રીને નો ફ્લાય લિસ્ટમાં નાખવાની ભલામણ કરી છે. હવે આ સમગ્ર મામલો કમિટીને આધિન છે અને નિર્ણયની રાહ જોવાઈ રહી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તે ખુબ વ્યથિત છે અને તેની ફરિયાદ બાદ પણ ક્રૂ મેમ્બર્સ એક્ટિવ થયા નહીં. 

એર ઈન્ડિયાની ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં નશામાં ધૂત વ્યક્તિએ મહિલા પર કર્યો પેશાબ, પછી જે થયું....

એર ઈન્ડિયાના બિઝનેસ ક્લાસમાં નશામાં ધૂત એક વ્યક્તિએ અન્ય સીટ પર બેઠેલી મહિલા પર પેશાબ કરી નાખ્યો. આ ઘટના બાદ મહિલાએ ફ્લાઈટના કેબિન ક્રૂને તે વ્યક્તિની ફરિયાદ કરી પરંતુ કેબિન ક્રૂએ કોઈ કાર્યવાહી કરી નહીં અને પેશાબ કરનારો વ્યક્તિ સરળતાથી બચીને નીકળી ગયો. આ મામલે જ્યારે કોઈ કાર્યવાહી ન થઈ તો પીડિત મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરનને ફરિયાદ કરી. ત્યારબાદ એર ઈન્ડિયાએ તપાસ શરૂ કરી. 

fallbacks

એર ઈન્ડિયાએ 26મી નવેમ્બરની આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે એર ઈન્ડિયાએ આ ઘટના અંગે એક ઈન્ટરનલ કમિટીની રચના કરી છે અને આવી હરકત  કરનારા યાત્રીને નો ફ્લાય લિસ્ટમાં નાખવાની ભલામણ કરી છે. હવે આ સમગ્ર મામલો કમિટીને આધિન છે અને નિર્ણયની રાહ જોવાઈ રહી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તે ખુબ વ્યથિત છે અને તેની ફરિયાદ બાદ પણ ક્રૂ મેમ્બર્સ એક્ટિવ થયા નહીં. 

શું થયું હતું ફ્લાઈટમાં?
વાત જાણે એમ છે કે 26 નવેમ્બરે એક મહિલા ન્યૂયોર્કથી દિલ્હી આવતી ફ્લાઈટમાં મુસાફરી કરી રહી હતી. તે બિઝનેસ ક્લાસની સીટ પર બેઠી હતી. ફ્લાઈટAI-102 બપોરે એક વાગની આસપાસ ન્યૂયોર્ક-જેએફકે એરપોર્ટથી રવાના થઈ. વિમાનમાં વાતાવરણ એકદમ શાંત હતું. તમામ મુસાફરો પોતાની સીટ પર બેઠા હતા. ત્યારે જ અચાનક એક નશામાં ધૂત વ્યક્તિ મહિલાની સીટ પાસે પહોંચ્યો અને પેન્ટની ઝીપ ખોલીને મહિલા ઉપર પેશાબ કરવા લાગ્યો. 

ત્યારબાદ તે થોડવાર સુધી આ જ સ્થિતિમા ત્યાં ઊભો રહ્યો. ત્યારે બાજુમાં  બેઠેલા વ્યક્તિએ આપત્તિ જતાવી. ત્યારબાદ તે વ્યક્તિ ત્યાંથી આગળ જતો રહ્યો. મહિલાએ જણાવ્યું કે વ્યક્તિના ત્યાંથી ગયા બાદ તેણે તરત જ ક્રૂ સભ્યોને આ ઘટના અંગે જણાવ્યું. મહિલાએ કહ્યું કે તેના કપડાં અને સામાન વ્યક્તિએ પેશાબ કરવાના કારણે ભીના થઈ ગયા હતા. ત્યારબાદ તે વોશરૂમ ગઈ અને કપડાં બદલ્યા. 

કોણ બનશે વિશ્વની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ? રેસમાં આ 3 દિગ્ગજ નેતાઓના નામ

બાળકને ન મળવા દેવું એ ભરણ પોષણની ચૂકવણી નહીં કરવાનું બહાનું ન બની શકે- મદ્રાસ HC

અંજલીની બહેનપણી નિધિના ખુલાસા બાદ પોલીસના હોશ ઉડ્યા, આ 8 સવાલે વધાર્યુ ટેન્શન

ક્રૂ મેમ્બર્સ તરફથી તેને પાઈજામો અને એક ચપ્પલ આપવામાં આવ્યા. ત્યારબાદ પણ મહિલા લગભગ અડધા કલાક સુધી ટોઈલેટ પાસે જ ઊભી રહી કારણ કે સીટ પરથી ખુબ જ વાસ આવતી હતી. કીટનાશક છાંટ્યા બાદ પણ વાસ દૂર થઈ નહીં. ત્યારબાદ ક્રૂ સભ્યો તરફથી તેને એક અન્ય સીટ અપાઈ જ્યાં તે કલાક સુધી બેઠી. 

જુઓ લાઈવ ટીવી

બીજી બાજુ સીટ પર ક્રૂ સભ્યો તરફથી ચાદર નાખી દેવાઈ હતી. પરંતુ આમ છતાં વાસ દૂર થઈ નહીં. આગળની મુસાફરી માટે મહિલાને બે કલાક બાદ બીજી સીટ અપાઈ. જ્યારે મહિલાનો એવા આરોપ છે કે ફર્સ્ટ ક્લાસમાં અન્ય સીટ ખાલી હતી. મહિલાને કહેવાયું કે તેને વ્હીલચેર અપાશે પરંતુ ત્યારબાદ કોઈએ તેની દરકાર કરી નહીં. છેલ્લે તેણે પોતે જ ચીજો મેનેજ કરવી પડી. છેલ્લે કાર્યવાહી ન થતા તેણે હારીને ફરિયાદ કરી જેને લઈને હવે કંપનીએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More