Home> India
Advertisement
Prev
Next

તૌકતેએ મચાવી તબાહી: મુંબઈથી આવેલો આ Video જેણે જોયો તેના હાજા ગગડી ગયા

ચક્રવાતી તોફાન તૌકતેએ ગુજરાત અગાઉ ગોવા, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કહેર વર્તાવ્યો. ભીષણ ચક્રવાત સોમવારે રાતે ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠે ટકરાયું અને આ દરમિયાન 185 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પવન  ફૂંકાયો. હવામાન ખાતા મુજબ વાવાઝોડું તૌકતે ગુજરાત માટે છેલ્લા 23 વર્ષમાં ટકરાયેલું સૌથી વિનાશકારી સાબિત થયું છે. 

તૌકતેએ મચાવી તબાહી: મુંબઈથી આવેલો આ Video જેણે જોયો તેના હાજા ગગડી ગયા

મુંબઈ: ચક્રવાતી તોફાન તૌકતેએ ગુજરાત અગાઉ ગોવા, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કહેર વર્તાવ્યો. ભીષણ ચક્રવાત સોમવારે રાતે ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠે ટકરાયું અને આ દરમિયાન 185 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પવન  ફૂંકાયો. હવામાન ખાતા મુજબ વાવાઝોડું તૌકતે ગુજરાત માટે છેલ્લા 23 વર્ષમાં ટકરાયેલું સૌથી વિનાશકારી સાબિત થયું છે. 

fallbacks

મહારાષ્ટ્રમાં પણ તૌકતેએ દેખાડી ભારે અસર
વિરાર વેસ્ટમાં 20 કલાકથી લાઈટ જ નથી. સવારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને પાણી ભરાયેલા જોવા મળ્યા છે. જેનું કારણ તોફાન તૌકતેની આડઅસર ગણાઈ રહી છે. એ જ રીતે કેટલાક વિસ્તારોમાં સામાન્ય જનસેવાઓ પ્રભાવિત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. 

Corona: એક સાથે દુનિયામાં આવ્યા અને કોરોનાના કારણે એક સાથે દુનિયાને કરી અલવિદા, કોરોનાથી નેગેટિવ થયા બાદ મોત

મહિલાનો વીડિયો થયો વાયરલ
મુંબઈમાં તોફાનના કારણે અનેક જગ્યાએ ઝાડ પડ્યા છે અને વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. એક વિસ્તારમાં સીસીટીવીમાં કેદ થયેલું આ દ્રશ્ય જોશો તો હચમચી જશો. પળવારનું મોડું થયું હોત તો મહિલાનો જીવ જતો રહ્યો હોત. આ ઘટના મુંબઈના વિક્રોલીની છે. જેમાં જોઈ શકાય છે કે મહિલા વરસાદ દરમિયાન રસ્તા પર છત્રી લઈને ચાલી રહી છે. તેની પાસેથી અનેક વાહનો પણ પસાર થાય છે. આ દરમિયાન મહિલા થોડું ચાલીને અચાનક પાછળ ચાલવા લાગે છે. અને એક મોટું ઝાડ પળભરમાં જમીન દોસ્ત થાય છે. ઝાડ પડ્યું ત્યારે થ્યાં ફક્ત મહિલા જ હતી. જો તે તરત ત્યાંથી ન ભાગી જાત તો મોટી દુર્ઘટના ઘટી શકે તેમ હતી. 

જુઓ Video

મહારાષ્ટ્રમાં તૌકતેથી મચેલી તબાહીમાં 7ના મોત
મહારાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વિનાશકારી વાવાઝોડા તૌકતેની ભારે અસર જોવા મળી. આ દરમિયાન મુંબઈમાં ખુબ પવન  ફૂંકાયો અને મૂસળધાર વરસાદ પડ્યો. મહારાષ્ટ્રમાં અધિકારીઓએ કહ્યું કે કોંકણ વિસ્તારમાં ચક્રવાત સંબંધિત અલગ અલગ ઘટનાઓમાં 7 લોકોના મોત થયા. ચાર લોકોના મોત રાયગઢ જિલ્લામાં થયા.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More