Home> India
Advertisement
Prev
Next

Durg News: સેક્સ રેકેટમાં અનેક ડોક્ટરો-બિઝનેસમેનના નામથી હડકંપ, 6 હજારમાં 40 મિનિટનું પેકેજ

Durg News: આ મામલે જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે આ સ્પા સેન્ટરમાં જે લોકોની ધરપકડ કરાઈ તેમાં શહેરના મોટા બિઝનેસમેનથી લઈને ડોક્ટરો સુદ્ધા સામેલ છે. પોલીસે જણાવ્યું કે આ સ્પા સેન્ટરથી બાલાઘાટ, અસમ, નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળથી લાવવામાં આવેલી યુવતીઓને મુક્ત કરાઈ છે. 

Durg News: સેક્સ રેકેટમાં અનેક ડોક્ટરો-બિઝનેસમેનના નામથી હડકંપ, 6 હજારમાં 40 મિનિટનું પેકેજ

Chhattisgarh News: છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં પોલીસે સેક્સ રેકેટનો ખુલાસો કરતા હડકંપ મચી ગયો છે. જિલ્લાના ભિલાઈ શહેરમાં એક સ્પા સેન્ટરમાં સેક્સ રેકેટ ચાલતું હતું. પોલીસે રેકેટનો ખુલાસો કરતા જણાવ્યું કે આ સ્પા સેન્ટરમાં અનેક ડોક્ટરો અને બિઝનેસમેન રેગ્યુલર ગ્રાહકો હતા. 

fallbacks

છત્તીસગઢના દુર્ગ જિલ્લાના ભિલાઈ શહેરમાં પોલીસે રેડ પાડતા એક સેક્સ રેકેટનો ખુલાસો કર્યો. શહેરના સૂર્યા મોલમાં સ્થિતિ સ્પા સેન્ટર પર રેડ પાડીને પોલીસે સોમવારે વેશ્યાવૃત્તિના ધંધાનો પર્દાફાશ કર્યો. મંગળવારે આ મામલે જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે આ સ્પા સેન્ટરમાં જે લોકોની ધરપકડ કરાઈ તેમાં શહેરના મોટા બિઝનેસમેનથી લઈને ડોક્ટરો સુદ્ધા સામેલ છે. પોલીસે જણાવ્યું કે આ સ્પા સેન્ટરથી બાલાઘાટ, અસમ, નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળથી લાવવામાં આવેલી યુવતીઓને મુક્ત કરાઈ છે. 

આ મામલાનો ખુલાસો કરતા દુર્ગ એસપી અભિષેકે જણાવ્યું કે આ સ્પા સેન્ટરમાં રેગ્યુલર કસ્ટરમની આઈડી બનાવવામાં  આવી છે. તેમણે જણાવ્યું કે સ્પા સેન્ટરથી વાઉચર અને રજિસ્ટર જપ્ત કરાયા છે. આ રજિસ્ટરમાં રેગ્યુલર આવતા કસ્ટમરો માટે આઈડી બનાવવામાં આવી છે. રજિસ્ટરમાં ગ્રાહકોના મોબાઈલ નંબરો પણ છે. 

ગુજરાતમાં ચમત્કાર થવાની આશા રાખીને બેઠી છે કોંગ્રેસ, 2024 ચૂંટણી માટે તૈયાર છે પ્લાન

'પિતાએ ઘર ન વેચતાં 6.5 વર્ષની દીકરી પર બળાત્કાર કરી પતાવી દીધી', અતીકનો અત્યાચાર

દીકરાની વહુ સસરાની મિલકત પર દાવો કરી શકે? શું છે નિયમો અને અધિકાર, જાણી લેજો

40 મિનિટનો સમય
એસપી અભિષેક પલ્લવે જણાવ્યું કે રેગ્યુલર  ગ્રાહકોને ચોઈસની છોકરીઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. દરેક ગ્રાહક માટે 40 મિનિટનો સમય ફાળવવામાં આવતો હતો. તેમણે જણાવ્યું કે આ માટે અલગ અલગ પેકેજ પણ બનાવવામાં આવ્યા છે. મસાજની સાથે પૂરા પેકેજના 6 હજાર રૂપિયા ગ્રાહક પાસેથી લેવામાં આવતા હતા. રેગ્યુલર ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધા પણ આપવામાં આવતી હતી. અત્રે જણાવવાનું કે સોમવારે રાતે પોલીસને સૂચના મળી હતી કે સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવે છે. 

8 લોકોની ધરપકડ
પોલીસે સ્પા સેન્ટર પર રેડ પાડીને ઘટનાસ્થળેથી 8 લોકોની ધરપકડ થઈ હતી. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. મળતી માહિતી મજુબ જે યુવતીઓને સ્પા સેન્ટરથી મુક્ત કરાવવામાં આવી તેમને સખી કેન્દ્ર મોકલી દેવાઈ છે. મહિલાઓને વધુ પૈસા આપવાની લાલચ આપીને સ્પા સેન્ટરનો સંચાલક બોલાવતો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More