Home> India
Advertisement
Prev
Next

Delhi NCR Earthquake: ગુજરાત સહિત સમગ્ર ભારત ભૂકંપ આંચકા, ભૂકંપની તીવ્રતા 6.6 ની નોંધાઇ

દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તાજિકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Delhi NCR Earthquake: ગુજરાત સહિત સમગ્ર ભારત ભૂકંપ આંચકા, ભૂકંપની તીવ્રતા 6.6 ની નોંધાઇ

દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તાજિકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 6.4 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

fallbacks

 

દિલ્હી-એનસીઆરની સાથે સાથે આજે (24 જાન્યુઆરી) ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. ઉત્તરાખંડના જોશીમઠ અને રામનગરમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી અને ઉત્તર પ્રદેશના લખનૌમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા 5.8 હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું, જેની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હતી.

દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બિહારથી હિમાચલ સુધી ધરતી ધ્રૂજી રહી છે. યુપીના સંભલ, મુરાદાબાદ, અમરોહા અને રામપુરમાં બપોરે 2.30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અચાનક ધરતી ધ્રુજારીને કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા. શાહજહાંપુરમાં પણ હળવા આંચકા અનુભવાયા છે. આ સાથે બરેલીમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે.

ઉત્તરાખંડમાં પણ અનુભવાયો ભૂકંપ
બીજી તરફ ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરાખંડમાં જોશીમઠ દુર્ઘટના વચ્ચે મંગળવારે ભૂકંપના આંચકાથી ધરતી હચમચી ગઈ હતી. ગઢવાલ અને કુમાઉના ઘણા વિસ્તારોમાં બપોરે 2.29 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે જ સમયે, પિથોરાગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. ચમોલી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદકિશોર જોશીએ જણાવ્યું કે હળવા આંચકા અનુભવાયા છે. ક્યાંયથી નુકસાનની માહિતી નથી.

ગયા વર્ષે ભારતમાં 400 થી વધુ ભૂકંપ આવ્યા હતા
આ પહેલા 5 જાન્યુઆરીએ દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રૂજી ગઈ. ત્યાં પણ લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ હતો. ગયા વર્ષે ભારતમાં 400 થી વધુ ભૂકંપ નોંધાયા હતા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વીની અંદર રહેલી ઉર્જાનો માત્ર 2 ટકા જ છોડવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  Gajkesari Rajyog: 22 માર્ચથી બની રહ્યો છે ગજકેસરી રાજયોગ, આ રાશિઓને ચાંદી જ ચાંદી
આ પણ વાંચો:  Unique Temple:આ દિવસે ખુલે છે કુબેરની પોટલી, દર્શન કરતાં જ ભક્તો થઇ જાય છે માલામાલ!
આ પણ વાંચો:  Palmistry: હાથની રેખા વડે જાણો કેટલું જીવશો, કમાશો અને બીજું ઘણું બધુ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More