ઝી મીડિયા/બ્યૂરો :કોરોના કાળમાં દેશના તમામ પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના ઉપરાંત ક્યારેક તોફાન અને ક્યારેક ભૂકંપ (Earthquake) થી સતત દેશને ઝઝૂમવું પડી રહ્યું છે. તાજા કિસ્સો જમ્મુ-કાશ્મીરનો છે. અહીં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપનું કેન્દ્ર તજાકિસ્તા છે.
આ પહેલા ગુજરાતમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. માત્ર રાજકોટમાં ગઈકાલે બપોરે 12.57 વાગ્યા ઝાટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રા 4.4 માપવામાં આવી હતી. આ માહિતી એનસીએસએ આપી હતી.
An earthquake with a magnitude of 6.8 on the Richter Scale hit 341km ESE (east-southeast) of Dushanbe, Tajikistan at 7:00 am today: National Centre for Seismology
— ANI (@ANI) June 16, 2020
ઉલ્લેખનીય છે કે, ગત 2 મહિનાથી દિલ્હી એનસીઆર સહિત અનેક ભાગોમાં ભૂકંપના ઝાટકા અનુભવાઈ રહ્યાં છે.રવિવાર પણ ગુજરાતમાં ધરતી કંપી ઉઠી હતી. અહીં તેજ ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 બતાવવામાં આવી હતી. ઝાટકા એટલા તેજ હતા કે, ગભરાઈને લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા.
હાલના દિવસોમાં દેશ કોરોનાની સાથે સાથે પ્રાકૃતિક આપદાઓની તકલીફો પણ વધી છે. ગત દિવસોમાં સાઈક્લોન અમ્ફાને પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં તારાજી સર્જી હતી. તેના બાદ તોફાન નિસર્ગે મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કહેર વરસાવ્યો હતો. હવે બચીકૂચેલી કસર ભૂકંપે પૂરી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે