Home> India
Advertisement
Prev
Next

PoKમાં 3 દિવસની અંદર ત્રીજી વખત ભૂંકપ, 4.8 તિવ્રતાના આંચકા અનુભવાયા

ગત મંગળવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને કાશ્મીરના કેટલાક ભાગમાં આજે ભૂકંપ બાદ ગુરૂવારે પણ પીઓકે અને જમ્મૂ કાશ્મીરના બોર્ડર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

PoKમાં 3  દિવસની અંદર ત્રીજી વખત ભૂંકપ, 4.8 તિવ્રતાના આંચકા અનુભવાયા

નવી દિલ્હી: ગત મંગળવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને કાશ્મીરના કેટલાક ભાગમાં આજે ભૂકંપ બાદ ગુરૂવારે પણ પીઓકે અને જમ્મૂ કાશ્મીરના બોર્ડર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપ બપોરે 12.31 વાગે આવ્યો. જેની તીવ્રતા 4.8 રિક્ટર સ્કેલ હતી. હવામાન વિભાગે કહ્યું કે, ભૂકંપના કેન્દ્ર પાકિસ્તાન ભારત બોર્ડર પર રહ્યું છે. જો કે, આ ભૂકંપમાં અત્યાર સુધી કોઇ જાનહાનીના સમાચાર આવ્યા નથી.

fallbacks

આ પણ વાંચો:- 8 વર્ષના દિકરાની બાઇક સવારી પિતાને પડી ભારે! મળ્યો ભારે ભરખમ ઈ-મેમો

ઉલ્લેખનીય છે કે ગત 24 સપ્ટેમ્બરના પીઓકેમાં આવેલા 5.8 તીવ્રતાના ભૂકંપમાં મરનારની સંખ્યા 37 થઇ છે. ત્યારે ઘાયલોની સંખ્યા 500  પહોંચી ગઇ છે. આ જાણકારી અધિકારીઓએ આપી હતી. મંગળવારે આવેલા ભૂંકપ એટલો મજબૂત હતો કે આ ભારતની રાજધાની નવી દિલ્હી સહિત ભારતના ઉત્તર ભાગમાં અનુભવાયો હતો.

આ પણ વાંચો:- 13,500 કરોડના કૌભાંડી મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણનો રસ્તો સાફ, જાણો કેવી રીતે

આ આંચકા 8-10 સેકન્ડ સુધી અનુભવાયા હતા. પરંતુ ઇસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી અને લાહોરના મુખ્ય શહેરો સહિત સમગ્ર પાકિસ્તાનમાં તેના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પંજાબ પ્રાંતના ઝેલમથી લગભગ 20 કિલોમીટર ઉત્તરમાં મીરપુર શહેર પાસે હતું.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More