Home> India
Advertisement
Prev
Next

Easter 2022: ઈસ્ટર સંડેની શાં માટે થાય છે ઉજવણી? તેનું મહત્વ અને ગિફ્ટમાં ઈંડા આપવાનું કારણ જાણો

17 એપ્રિલ એટલે કે આજે ઈસ્ટર છે. જેને ઈસ્ટર સન્ડે પણ કહે છે. ગુડ ફ્રાઈડ પછીનો ત્રીજો દિવસ ઈસ્ટર તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે ખ્રિસ્તિ ધર્મમાં માનતા લોકો ઉજવણી કરે છે. ઈશ્વરને પ્રાર્થના કરે છે અને એક બીજાને શુભકામનાઓ મોકલે છે.

Easter 2022: ઈસ્ટર સંડેની શાં માટે થાય છે ઉજવણી? તેનું મહત્વ અને ગિફ્ટમાં ઈંડા આપવાનું કારણ જાણો

નવી દિલ્હી: 17 એપ્રિલ એટલે કે આજે ઈસ્ટર છે. જેને ઈસ્ટર સન્ડે પણ કહે છે. ગુડ ફ્રાઈડ પછીનો ત્રીજો દિવસ ઈસ્ટર તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે ખ્રિસ્તિ ધર્મમાં માનતા લોકો ઉજવણી કરે છે. ઈશ્વરને પ્રાર્થના કરે છે અને એક બીજાને શુભકામનાઓ મોકલે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શુભકામના પાઠવી છે. એવી માન્યતા છે કે પ્રભુ ઈશુ ગુડ ફ્રાઈડના ત્રીજા દિવસે પુર્નજીવિત થયા હતા. ક્રિસમસ બાદ ઈસ્ટર ખ્રિસ્તિઓ સમુદાયનો સૌથી મોટો પર્વ છે. આ બંને તહેવાર પ્રભુ ઈશુના જન્મદિવસ સ્વરૂપે ઉજવવામાં આવે છે. 

fallbacks

બાઈબલ મુજબ હજારો વર્ષો પહેલા ગુડ ફ્રાઈડેના દિવસે ઈશુને જેરૂસેલમની પહાડીઓ પર સૂળીએ લટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુડ ફ્રાઈડના ત્રીજા દિવસે એટલે કે પહેલા સંડે ઈશુ ફરીથી જીવિત થયા હતા. પુર્નજન્મ બાદ પ્રભુ ઈશુ લગભગ 40 દિવસ સુધી પોતાના શિષ્યો સાથે રહ્યા હતા. ત્યારબાદ તેઓ હંમેશા માટે સ્વર્ગમાં જતા રહ્યા. આથી ઈસ્ટરની ઉજવણી 40 દિવસ સુધી થાય છે. પરંતુ અધિકૃત રીતે ઈસ્ટર પર્વ 50 દિવસ સુધી ચાલે છે. આ પર્વને ખ્રિસ્તિ ધર્મના લોકો ખુબ જ ધૂમધામથી ઉજવે છે. 

ઈસ્ટરના પહેલા સપ્તાહને ઈસ્ટર સપ્તાહ કહે છે. આ દરમિયાન ખ્રિસ્તિ ધર્મમાં માનતા લોકો પ્રાર્થના કરે છે અને વ્રત કરે છે. ઈસ્ટર પર્વ નિમિત્તે તમામ ચર્ચને ખાસ પ્રકારે સજાવવામાં આવે છે. આ દિવસે ચર્ચમાં મિણબત્તીઓ પ્રગટાવવામાં આવે છે. ખ્રિસ્તિ ધર્મના અનેક લોકો આ દિવસે પોતાના ઘરોમાં પણ મિણબત્તી પ્રગટાવીને રોશની કરે છે. ઈસ્ટર ડેના દિવસે  બાઈબલનું ખાસ રીતે વાંચન કરવામાં આવે છે. 

ગિફ્ટમાં આ કારણે અપાય છે ઈંડા
ઈસ્ટર પર ઈંડાનું ખાસ મહત્વ હોય છે. ખ્રિસ્તિ ધર્મમાં માનતા લોકો ઈસ્ટર પર્વ પર ઈંડાને સજાવીને એકબીજાને ગિફ્ટમાં આપે છે. એવી માન્યતા છે કે ઈંડા સારા દિવસની શરૂઆત અને નવા જીવનનો સંદેશ આપે છે. હકીકતમાં ખ્રિસ્તિ ધર્મમાં માનતા લોકોનું માનવું છે કે ઈંડામાંથી જે પ્રકારે એક નવું જીવન ઉત્પન્ન થાય છે તે લોકોને નવી શરૂઆતનો સંદેશ આપે છે. 

Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસા પાછળ રોહિંગ્યાનો હાથ? ભાજપે લગાવ્યો આરોપ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More