Home> India
Advertisement
Prev
Next

ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા ગયેલા ચંદ્રબાબુની સાથે જોવા મળ્યો EVM ચોરીનો આરોપી

ચૂંટણી પંચે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ને પત્ર લખીને પૂછ્યુ છે કે શનિવારે ચૂંટણી કમિશનરને મળવા આવેલા પાર્ટીના પ્રમુખ એન.ચંદ્રબાબુ નાયડુના  પ્રતિનિધિમંડળમાં અપરાધિક બેકગ્રાઉન્ડવાળી વ્યક્તિને કેવી રીતે સામેલ કરવામાં આવ્યો.

ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા ગયેલા ચંદ્રબાબુની સાથે જોવા મળ્યો EVM ચોરીનો આરોપી

નવી દિલ્હી: ચૂંટણી પંચે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ને પત્ર લખીને પૂછ્યુ છે કે શનિવારે ચૂંટણી કમિશનરને મળવા આવેલા પાર્ટીના પ્રમુખ એન.ચંદ્રબાબુ નાયડુના  પ્રતિનિધિમંડળમાં અપરાધિક બેકગ્રાઉન્ડવાળી વ્યક્તિને કેવી રીતે સામેલ કરવામાં આવ્યો. ચૂંટણી પંચે પોતાના પત્રમાં લખ્યું છે કે જ્યારે નાયડુ મુલાકાત કરવા આવ્યાં તો તેમની સાથે હરિ પ્રસાદ નામની એક વ્યક્તિ પણ હતી, જેમણે અનેકવાર ઈવીએમના કામકાજ અંગે વિભિન્ન ટેક્નિકલ મુદ્દા ઉઠાવ્યાં અને દાવો કર્યો કે તેમને આ ક્ષેત્રમાં ટેક્નિકલ વિશેષતા હાંસલ છે. 

fallbacks

પત્રમાં કહેવાયું છે કે બેઠક દરમિયાન નિર્ણય લેવાયો કે ચૂંટણી પંચની ટેક્નિકલ ટીમ પ્રસાદને આ અંગે વિસ્તૃત માહિતી આપશે. પત્રમાં એમ પણ કહેવાયું છે કે પાછળથી ખબર  પડી કે હરિપ્રસાદ 2010માં ઈવીએમની  કથિત ચોરીના એક અપરાધિક મામલામાં સામેલ હતો જેમાં તેના વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાઈ હતી. 

ટીડીપીના લીગલ સેલના અધ્યક્ષને સંબોધતા ચૂંટણી પંચ તરફથી લખાયેલા પત્રમાં કહેવાયું છે કે, "કોઈ એવા બેકગ્રાઉન્ડવાળી તથાકથિત ટેક્નિકલ વિશેષજ્ઞને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વવાળા પ્રતિનિધિમંડળનો ભાગ બનાવાયો એ સંપૂર્ણ વિચિત્ર વાત છે."

જુઓ LIVE TV

નોંધનીય  છે કે શનિવારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી નાયડુએ દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાની મુલાકાત કરીને એક મેમોરેન્ડમ સોંપ્યું જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે  ગુરુવારે રાજ્યમાં મતદાન દરમિયાન મોટી સંખ્યામાં ઈવીએમમાં ખરાબી જોવા મળી હતી અને સુરક્ષાના અભાવે હિંસક ઘટનાઓ પણ ઘટી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More