Home> India
Advertisement
Prev
Next

જાણીતા અર્થશાસ્ત્રી પદ્મ પુરસ્કાર વિજેતા વિહારીદાસ પટેલનું નિધન

જાણીતા અર્થશાસ્ત્રી અને દેશમાં ઉદ્યોગ સાહસિકતા મુવમેન્ટનાં પ્રણેતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડોક્ટર વિહારીદાસ ગોપાલદાસ પટેલનું ગુરૂવારે ટૂંકી બિમારી બાદ 79 વર્ષની વયે અવસાન થયું હતું. ઉદ્યોગ સાહસિકતા સ્મોલ ઇન્ડસ્ટ્રી પોલિસીની અને ગ્રોથ મેનેજમેન્ટ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી ધરાવતા ડોક્ટર પટેલે કારકિર્દી દરમિયાન અનેક મહત્વપુર્ણ હોદ્દાઓ પર કામગીરી નિભાવી હતી. 

જાણીતા અર્થશાસ્ત્રી પદ્મ પુરસ્કાર વિજેતા વિહારીદાસ પટેલનું નિધન

અમદાવાદ : જાણીતા અર્થશાસ્ત્રી અને દેશમાં ઉદ્યોગ સાહસિકતા મુવમેન્ટનાં પ્રણેતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડોક્ટર વિહારીદાસ ગોપાલદાસ પટેલનું ગુરૂવારે ટૂંકી બિમારી બાદ 79 વર્ષની વયે અવસાન થયું હતું. ઉદ્યોગ સાહસિકતા સ્મોલ ઇન્ડસ્ટ્રી પોલિસીની અને ગ્રોથ મેનેજમેન્ટ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી ધરાવતા ડોક્ટર પટેલે કારકિર્દી દરમિયાન અનેક મહત્વપુર્ણ હોદ્દાઓ પર કામગીરી નિભાવી હતી. 

fallbacks

પટેલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મુખ્ય આર્થિક સલાહકાર, એન્ટ્રપ્રિન્યરશિપ ડેવલપમેન્ટ ગુજરાતનાં ફાઉન્ડર ડિરેક્ટર તથા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેક્નિકલ કન્સલ્ટન્સી લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર હતા. ભારત ઉદ્યોગ સાહસિકતાનાં વિકાસમાં તેમનું ઘણું મહત્વનું યોગદાન રહ્યું હતું. જેના પગલે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More