ચંદીગઢઃ પંજાબમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election) પહેલા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) ની મુશ્કેલીમાં વધારો થયો છે અને તેમના ભત્રીજા ભૂપિન્દર હનીની ઈડીએ (Enforcement Directorate arrested Bhupinder Honey) ધરપકડ કરી છે.
પૂછપરછ બાદ હનીની ધરપકડ
સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર ઈડીએ ભૂપિન્દર હની (Bhupinder Honey) ને ગેરકાયદેસર ખનન (Illegal Sand Mining Case) મામલામાં પૂછપરછ માટે જાલંધર સ્થિત ઈડી ઓફિસે બોલાવ્યો હતો. પૂછપરછ બાદ ઈડીએ હનીની ધરપકડ કરી લીધી છે. તેને આજે (4 ફેબ્રુઆરી) મોહાલી કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ UP Election 2022: આજે ગોરખપુરમાં ઉમેદવારી નોંધાવશે સીએમ યોગી, અમિત શાહ રહેશે હાજર
ભૂપિન્દરના ઠેકાણામાંથી 10 કરોડની રોકડ મળી
ઈડીએ થોડા દિવસ પહેલા ભૂપિન્દર હની (Bhupinder Honey) અને તેના સાથીઓના ઠેકાણા પર મોહાલી અને લુધિયાનામાં રેડ કરી હતી. આ દરમિયાન 10 કરોડ રોકડા, 12 લાખનીરોલેક્ટ ઘડીયાળ, 21 લાખ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. ઈડીને 8 કરોડ રૂપિયા હનીના મોહાલીના હોમલેન્ડ સ્થિત ઘર અને 2 કરોડ રૂપિયા તેના પાર્ટનર સંદીપના લુધિયાણા સ્થિત ઠેકાણાથી મળી આવ્યા હતા.
વર્ષ 2018નો છે મામલો
આ કાર્યવાહી 2018માં નોંધાયેલા ગેરકાયદેસર રેતી ખનન કેસમાં થઈ છે. આ કેસ તત્કાલીન મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના હવાઈ પ્રવાસમાં ગેરકાયદેસર રેત ખનન પકડાયા બાદ દાખલ થયો હતો. પોલીસે ત્યારે આઈપીસીની કલમ 379, 420, 465, 467, 468, 471 અને માઇન્સ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે