Home> India
Advertisement
Prev
Next

Sachin Sawant: ED ના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટરના ઘરે જ ED એ મારી રેડ, જાણો શું છે મામલો

Sachin Sawant: ED એ બુધવારે મની લોન્ડરિંગના મામલામાં પોતાના જ પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર સચિન સાવંતના ઘરે રેડ મારી. સચિન સાવંત પર 500 કરોડ રૂપિયાની હેરફેરનો આરોપ છે.સચિન સાવંત હાલ કસ્ટમ્સ એન્ડ ઈનડાઈરેક્ટ ટેક્સ કેડર મુંબઈ ખાતે IRS ઓફિસર તરીકે કાર્યરત છે.

Sachin Sawant: ED ના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટરના ઘરે જ ED એ મારી રેડ, જાણો શું છે મામલો

Sachin Sawant: ED એ બુધવારે મની લોન્ડરિંગના મામલામાં પોતાના જ પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર સચિન સાવંતના ઘરે રેડ મારી. સચિન સાવંત પર 500 કરોડ રૂપિયાની હેરફેરનો આરોપ છે. ઈડીના સૂત્રોએ કહ્યું કે સાવંતના મુંબઈ આવાસ સહિત તેમના સંલગ્ન વિભિન્ન પરિસરો પર મંગળવારે દરોડા પાડવામાં આવ્યા. 

fallbacks

સચિન સાવંત હાલ કસ્ટમ્સ એન્ડ ઈનડાઈરેક્ટ ટેક્સ કેડર મુંબઈ ખાતે IRS ઓફિસર તરીકે કાર્યરત છે. સાવંત અગાઉ ઈડી મુંબઈ ઝોન 2માં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે તૈનાત હતા. સચિન સાવંત જ્યારે મુંબઈ ઈડીમાં હતા ત્યારે ડાયમંડ કંપનીની 500 કરોડની હેરાફેરીમાં સામેલ હતા. તેને લઈને ઈડીની ટીમે તેમના લખનઉ અને મુંબઈ સ્થિત ઘરો પર દરોડા પાડ્યા. આ મામલે સીબીઆઈએ કેસ દાખલ કર્યો હતો. 

VIDEO: ધારિયું લઈ છોકરી પાછળ દોડ્યો આશિક, દિલ્હી જેવી ઘટના પણ સ્થાનિકોએ જીવ બચાવ્યો

આધાર કાર્ડ અંગે અત્યંત મહત્વના સમાચાર, સરકાર તરફથી લોકોને મોટી રાહત

ગુજરાતીઓ માટે ખુશખબર! H-1B વિઝા ધારકો માટે કેનેડાએ ભર્યું મોટું પગલું

સચિન સાવંત 4 વર્ષ સુધી મુંબઈમાં ઈડીના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે તૈનાત હતા. આ કેસના ધરપકડ કરાયેલા એક આરોપીના ફરિયાદ ના આધારે સીબીઆઈએ સચિન સાવંત વિરુદ્ધ FIR દાખલ કરી. હાલ સાવંત કસ્ટમ્સ એન્ડ ઈનડાઈરેક્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ કમિશનર તરીકે કાર્યરત છે. મંગળવારે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More