Home> India
Advertisement
Prev
Next

EID 2019: દેશભરમાં ઊજવાઈ રહી છે ઈદ, રાષ્ટ્રપતિએ લોકોને પાઠવી શુભેચ્છાઓ

દેશભરમાં ઈદ (EID 2019) ઊજવવામાં આવી રહી છે. બુધવાર સવારથી જ દેશની અલગ-અલગ મસ્જિદોમાં લોકો ખાસ નમાજમાં ભાગ લઇ રહ્યાં છે. સેવૈયા અને માવાની દુકાનો પર સવારથી રોનક દેખાઇ રહી છે

EID 2019: દેશભરમાં ઊજવાઈ રહી છે ઈદ, રાષ્ટ્રપતિએ લોકોને પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હી: દેશભરમાં ઈદ (EID 2019) ઊજવવામાં આવી રહી છે. બુધવાર સવારથી જ દેશની અલગ-અલગ મસ્જિદોમાં લોકો ખાસ નમાજમાં ભાગ લઇ રહ્યાં છે. સેવૈયા અને માવાની દુકાનો પર સવારથી રોનક દેખાઇ રહી છે. ખાસ કરીને બાળકો પર ઈદનો ખુમાર છવાયેલો છે. બાળકો નવા કપડા પહેરી ઈદગાહ પર પહોંચી રહ્યાં છે. નમાજ બાદ તેઓ રમકડા અને મિઠાઇની દુકાનો પર જતા જોવા મળી રહ્યાં છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઈદ પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

fallbacks

વધુમાં વાંચો: અમરિંદરે કહ્યું હરસિમરતને વિચાર્યા વગર કંઇ પણ બોલી જવાની આદત

રાષ્ટ્રપતિએ કહ્યું, ‘પવિત્ર રમઝાન મહિનાના અંતે, આ તહેવાર દાન, ભાઈચારા અને દયાના વિશ્વાસને મજબૂત બનાવે છે.’ તેમણે કહ્યું કે, ‘આ દિવસે, આપણે પોતાને શાશ્વત મૂલ્યો સમર્પિત કરીએ છીએ જે આપણી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે.’

વધુમાં વાંચો: ઇફ્તારના ટ્વીટ બાદ અમિત શાહે ગિરિરાજની ઝાટકણી કાઢી, JDUએ કર્યો વિરોધ

ઉલ્લેખનીય છે કે, ઈદના આ પ્રસંગે જૂની દિલ્હીમાં ચૂડીવાલાનની હૌઝ મસ્જિદમાં સવારે 5 વાગ્યે 45 મિનિટ પર ખાસ નમાજ અદા કરવામાં આવી છે. ઐતિહાસિક શાહી જામા મસ્જિદમાં, સવારના 7:15 વાગ્યે, તો ચાંદની ચોક ખાતે મોગલ ફતેહપુરી મસ્જિદમાં સવારે 8:15 વાગ્યે નમાજ અદા કરવામાં આવશે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More