Home> India
Advertisement
Prev
Next

Bihar Elections: ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી, વિગતો જાણવા કરો ક્લિક

 બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 28 ઓક્ટોબર, બીજા તબક્કાનું મતદાન 3 નવેમ્બર, અને ત્રીજા તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થશે. મતગણતરી 10 નવેમ્બરે હાથ ધરાશે. 

Bihar Elections: ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી, વિગતો જાણવા કરો ક્લિક

નવી દિલ્હી: ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ તારીખોની જાહેરાત કરી. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ તારીખો જાહેર કરતા કહ્યું કે કોરોના કાળની આ પહેલી ચૂંટણી છે. એક બૂથ પર ફક્ત એક હજાર વોટરને મતદાન કરવા દેવાશે. બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 28 ઓક્ટોબર, બીજા તબક્કાનું મતદાન 3 નવેમ્બર, અને ત્રીજા તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થશે. મતગણતરી 10 નવેમ્બરે હાથ ધરાશે. 

fallbacks

Corona Update: દેશમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 58 લાખ પાર, 92 હજારથી વધુ લોકોના મૃત્યુ

ત્રણ તબક્કામાં ચૂંટણી
પહેલા તબક્કાની ચૂંટણી 28 ઓક્ટોબરે યોજાશે જેમાં 16 જિલ્લાની 71 બેઠકો પર મતદાન થશે. 31,000 પોલિંગ બૂથ પર મતદાન થશે. આ માટે નોટિફિકેશન એક ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે. બીજા તબક્કાનું મતદાન 10 નવેમ્બરે થશે અને આ મતદાન 17 જિલ્લાની 94 બેઠકો પર યોજાશે. આ માટે 42 હજાર પોલિંગ બૂથ હશે. જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7મી નવેમ્બરે બાકીની તમામ 78 બેઠકો પર થશે. આ મતદાન માટે 33.5 હજાર પોલીંગ બૂથ બનાવવામાં આવશે. 

કોરોનાકાળમાં ચૂંટણી થવાથી ખાસ તૈયારીઓ
ચૂંટણી પંચે જણાવ્યું કે કોરોનાકાળમાં ચૂંટણી થઈ રહી હોવાથી ખુબ તૈયારીઓ કરાઈ છે. એક બૂથ પર એક હજાર મતદારો મતદાન કરી શકશે. પોલિંગ બૂથ પર મતદારોની સંખ્યા ઘટાડવામાં આવી છે. કોરોનાકાળમાં આ સૌથી મોટી ચૂંટણી છે. 6 લાખ પીપીઈ કિટ, 46 લાખ માસ્કનો ઉપયોગ થશે. 6 લાખ ફેસ શિલ્ડ, 23 લાખ ગ્લવ્સ, 47 લાખ હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. 7 ફેબ્રુઆરી 2020ના રોજ મતદાતા સૂચિ જાહેર થઈ હતી. 

મતદાનનો સમય વધારવામાં આવ્યો
ચૂંટણી પંચે જણાવ્યું કે આ વખતે મતદાનનો સમય વધારવામાં આવ્યો છે. સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. કોરોનાકાળમાં નવા સુરક્ષા ધોરણો સાથે ચૂંટણી થશે. બિહારમાં  7.79 મતદારો છે જેમાં 3.39 કરોડ મહિલા મતદારો છે. વોટિંગના છેલ્લા સમયમાં કોરોના દર્દીઓ પણ મતદાન કરી શકશે. 

રાજકીય પક્ષોએ આ વાતનું રાખવું પડશે ધ્યાન
ચૂંટણી પંચે જણાવ્યું કે રાજકીય પક્ષના કાર્યકરો ઘરે ઘરે જઈને ચૂંટણી પ્રચાર કરી શકશે, જો કે તેમની સંખ્યા 5થી વધુ નહીં હોય. ઉમેદવારોના નામાંકન દરમિયાન બે વાહનો જ લઈ જવાની મંજૂરી રહેશે. નામાંકન પત્ર ઓનલાઈન પણ ભરી શકાશે. ચૂંટણી પ્રચાર ફક્ત વર્ચ્યુઅલ માધ્યમથી જ થઈ શકશે. 

બિહાર વિધાનસભાનો કાર્યકાળ 29 નવેમ્બરે થાય છે સમાપ્ત
બિહારની 243 સભ્યોવાળી વિધાનસભાનો કાર્યકાળ 29 નવેમ્બરે સમાપ્ત થાય છે. આવામાં આ વખતે દીવાળી પહેલા નવી વિધાનસભા રચાઈ શકે છે. કોરોના સંકટના કારણે પહેલા તો વિધાનસભા ચૂંટણી કરાવવાનો તમામ પાર્ટીઓએ વિરોધ કર્યો હતો પરંતુ જ્યારે ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણી નક્કી સમયે જ થશે તો બધા તૈયારીમાં લાગ્યા છે. કોવિડ-19 સંકટ બાદ આ પહેલી ચૂંટણી હશે. આવામાં સામાજિક અંતર જાળવવું અને મતદાન સુચારુ ઢબે પૂરું થાય તે ચૂંટણી પંચ માટે મોટો પડકાર રહેશે.

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More