Home> India
Advertisement
Prev
Next

Election Commission: કર્ણાટક ચૂંટણી પહેલા AAP ને મળ્યો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો, NCP-TMC ને મોટો ફટકો

ચૂંટણી પંચે ત્રણ રાષ્ટ્રીય પાર્ટીઓ અને બે સ્થાનિક પાર્ટીઓ પાસેથી દરજ્જો પાછો ખેંચ્યો છે. જ્યારે એક પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો છે.

Election Commission: કર્ણાટક ચૂંટણી પહેલા AAP ને મળ્યો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો, NCP-TMC ને મોટો ફટકો

ચૂંટણી પંચે ત્રણ રાષ્ટ્રીય પાર્ટીઓ અને બે સ્થાનિક પાર્ટીઓ પાસેથી દરજ્જો પાછો ખેંચ્યો છે. જ્યારે એક પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો છે. ચૂંટણી પંચે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP), મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય કમ્યૂનિસ્ટ પાર્ટી (CPI) નો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પાછો ખેંચ્યો છે. આ સિવાય આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર છેકે હવે તેને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી ગયો છે. 

fallbacks

અત્રે જણાવવાનું સ્થાનિક પક્ષોમાં ચૂંટણી પંચે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને રાષ્ટ્રીય લોક દળ (RLD) પાસેથી પ્રાદેશિક પક્ષનો દરજ્જો પાછો ખેંચ્યો છે. અત્રે જણાવવાનું કે ચૂંટણી પંચ જ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોના સ્ટેટસની સમીક્ષા કરે છે. જે સિંબલ ઓર્ડર 1968 હેઠળ એક સતત પ્રક્રિયા છે. વર્ષ 2019થી અત્યાર સુધીમાં ચૂંટણી પંચે 16 રાજકીય પક્ષોના સ્ટેટસને અપગ્રેડ કર્યું છે અને 9 રાષ્ટ્રીય/પ્રાદેશિક પક્ષોના કરન્ટ સ્ટેટસને પાછું ખેંચ્યુ છે. 

આ રાજ્યોમાં વધ્યું કદ
આ પક્ષોને કેટલાક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષનો દરજ્જો અપાયો છે. નાગાલેન્ડમાં NCP ને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), મેઘાલયમાં તૃણમૂલ કોંગ્રેસ, અને વોઈસ ઓફ ધ પીપલ પાર્ટી, ત્રિપુરામાં ટિપરા મોથાને માન્યતા પ્રાપ્ત રાજ્ય પ્રાદેશિક પક્ષ તરીકે દરજ્જો અપાયો છે. 

કેવી રીતે મળે છે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો?
ચૂંટણી પંચના નિયમ મુજબ કોઈ પણ પાર્ટીએ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવવા માટે કેટલીક પ્રમુખ શરતોને પૂરી કરવાની હોય છે. જો કોઈ પણ પાર્ટી આ શરતોને પૂરી કરે તો ચૂંટણી પંચ તેને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપે છે. 

રાષ્ટ્રીય પાર્ટી હોવાના ફાયદા
1.રાષ્ટ્રીય પાર્ટીને વિશિષ્ટ ચૂંટણી ચિન્હ ફાળવવામાં આવે છે. રાષ્ટ્રીય પાર્ટીના ચૂંટણી ચિન્હને સમગ્ર દેશમાં કોઈ અન્ય પાર્ટી દ્વારા ઉપયોગમાં લેવાતું નથી. 

2. માન્યતા પ્રાપ્ત રાજ્ય અને રાષ્ટ્રીય પક્ષોને ચૂંટણી પંચ તરફથી (મતદાર સૂચિમાં સંશોધનની દિશામાં)મતદાતા સૂચિના બે સેટ મફત અપાય છે. આ સાથે જ આ પાર્ટીઓ તરફથી ચૂંટણી લડતા ઉમેદવારોને સામાન્ય ચૂંટણીઓ દરમિયાન મતદાર સૂચિની એક કોપી વિનામૂલ્યે મળે છે. 

3. માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષોને નામાંકન દાખલ કરવા માટે ફક્ત એક પ્રસ્તાવક (પ્રપોઝર)ની જરૂર હોય છે. 

4. આ પક્ષોને પોતાના પાર્ટી કાર્યાલય સ્થાપિત કરવા માટ સરકાર પાસેથી જમીન કે  ભવન પ્રાપ્ત હોય છે. 

5. પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષો ચૂંટણી પ્રચાર દરમિયાન 40 સ્ટાર પ્રચારક સુધી રાખી શકે છે. જ્યારે અન્ય પાર્ટીઓ 20 સ્ટાર પ્રચારકોને રાખી શકે છે. સ્ટાર પ્રચારકોના મુસાફરી ખર્ચા તેમની પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી ખર્ચના હિસાબમાં જોડવામાં આવતા નથી. 

6. ચૂંટણીના થોડા સમય પહેલા તેમને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ટેલિવિઝિન અને રેડિયો પ્રસારણ કરવાની મંજૂરી આપવી જેથી કરીને તેઓ પોતાની વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More