Home> India
Advertisement
Prev
Next

પંચની લોકસભા ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ: 1 માર્ચથી તમામ બદલીઓ પર પ્રતિબંધ

ચૂંટણી પંચે સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા તમામ તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવાની શરૂઆત કરી દીધી છે.

પંચની લોકસભા ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ: 1 માર્ચથી તમામ બદલીઓ પર પ્રતિબંધ

નવી દિલ્હી : ચૂંટણી પંચે સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા તમામ તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવાની શરૂઆત કરી દીધી છે. જેના ભાગરુપૂ પંચે રાજ્યોને દરેક પરિસ્થિતીમાં 28 ફેબ્રુઆરી સુધીમાં તમામ સરકારી કામો પુર્ણ કરવા અને ખાસ કરીને બદલીની પ્રક્રિયાને પુર્ણ કરી લેવા માટે જણાવ્યું છે. તમામ રાજ્યોનાં ચીફ સેક્રેટરીને પત્ર મોકલીને કહેવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરી બાદ કોઇ ટ્રાન્સફર નહી થાય. અંતિમ સમયે થનારી બદલીઓની માહિતી પંચને આપવામાં આવશે. પંચને સંકેત આપ્યો કે માર્ચનાં પહેલા અઠવાડીયામાં ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. ચૂંટણી અપ્રીલ-મે મહિનામાં શક્ય છે. 3 જુન પહેલા નવી લોકસભાની રચના કરવાની છે. પંચે તમામ રાજ્યોને 15 ફેબ્રુઆરી સુધીમાં 10 પોઇન્ટ પર જવાબ રજુ કરવા માટે કહ્યું છે, જેના કારણે તૈયારી અંગે માહિતી મળી શકે. 

fallbacks

અમારી સરકાર આવશે તો દેશના દરેક નાગરિકને લઘુત્તમ વેતન આપીશું: રાહુલ ગાંધી

સુરક્ષા કર્મચારીઓની ગણત્રી પણ બાકી છે. 
સુત્રો અનુસાર પંચે સામાન્ય ચૂંટણી સાથે જોડાયેલી તૈયારીઓ કરી લીધી છે. હવે સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેના માટે ગૃહ મંત્રાલય સાથે એક વાતચીત કરવામાં આવી છે. ક્યાં કેટલા અર્ધસૈનિક દળો જોઇએ તે નિશ્ચિત કર્યા બાદ જ ખ્યાલ આવશે કે કેટલા તબક્કામાં ક્યાં અને ત્યારે ચૂંટણી આયોજીત કરવામાં આવશે. ફેબ્રુઆરીનાં બીજા અઠવાડીયામાં ગૃહમંત્રાલયની બેઠકમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. 

શિવસેનાના મોટા ભાઇના નિવેદન અંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, BJP અસહાય પાર્ટી નથી

લોકસભા ઉપરાંત અનેક રાજ્યોમાં સાથે સાથે વિધાનસભા ચૂંટણીનું પણ આયોજન
સામાન્ય ચૂંટણી સાથે 12 જેટલા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. નિશ્ચિત કાર્યક્રમ અનુસાર લોકસભા ચૂંટણી સાથે ચાર રાજ્યસભાઓનો કાર્યકાળ પુર્ણ થાય છે ત્યાં વિધાનસભા ચૂંટણી પણ કરાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે અગાઉ જ સંકેત અપાયા હતા. ભાજપ એવી યોજના છે કે જે રાજ્યોમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી થવાની છે ત્યાં લોકસભાની સાથે જ ચૂંટણી કરાવવામાં આવે. તેની પાછળ ભાજપની પોતાની રણનીતિ પણ છે. 

ઓરિસ્સામાં કોંગ્રેસે સત્તા તો ગુમાવી પરંતુ હવે વિપક્ષી દળનો દરજ્જો પણ ખતરામાં

ક્યારે ક્યારે જાહેર થઇ છે ચૂંટણી
2004 : 29 ફેબ્રુઆરી, ચાર તબક્કા
2009 : 2 માર્ચ, પાંચ તબક્કા
2014 : 5 માર્ચ, નવ તબક્કા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More