Home> India
Advertisement
Prev
Next

ચૂંટણી પંચે કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીની એસયુવીને અટકાવી કર્યું ચેકિંગ

ચૂંટણી પંચની એક ટીમ કર્ણાટકના માર્ગો પર આકસ્મિક ચેકિંગ માટે ઊભી હતી, આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી તેમની ખાનગી એસયુવીમાં હાસન તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પણ અટકાવીને ચેકિંગ કરવામાં આવ્યું હતું 

ચૂંટણી પંચે કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીની એસયુવીને અટકાવી કર્યું ચેકિંગ

બેંગલુરુઃ ચૂંટણી પંચની એક ટીમ કર્ણાટકના માર્ગો પર આકસ્મિક ચેકિંગ માટે ઊભી હતી, આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી તેમની ખાનગી એસયુવીમાં પસાર થયા તો તેમની કાર પણ અટકાવીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચની 'સ્ટેટિક સર્વેલન્સ ટીમ' હાઈવે પર ઊભી હતી. કુમારસ્વામી હાસન જઈ રહ્યા હતા. 

fallbacks

મુખ્યમંત્રી ડ્રાઈવરની બાજુમાં આગળની સીટ પર બેઠા હતા. આ ઘટના ત્યારે બની છે જ્યારે થોડા દિવસ અગાઉ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સત્તાધારી જનતાદળ સેક્યુલર અને કોંગ્રેસના કેટલાક લોકોનાં ત્યાં પાડવામાં આવેલી રેડ અંગે કુમાર સ્વામીએ ચૂંટણી પંચને મધ્યસ્થી કરવા જણાવ્યું હતું. 

કુમારસ્વામીએ શનિવારે ટ્વીટ કરી હતી કે, "આઈટી અધિકારીઓએ તેમની રેડ ચાલુ રાખી છે. તેમણે કોંગ્રેસ અને જેડીએસના કાર્યકર્તાઓની માલિકીની ચોખા અને ખાંડની મીલો પર રેડ પાડી છે અને વહેલી સવાર 4.00 કલાક સુધી આ રેડ ચાલુ રહી હતી. તેમના પ્રિમાઈસિસમાં જાસુસી કેમેરા પણ ફીટ કરાયા છે. તેઓ રેલવે અધિકારી બનીને આવ્યા હતા અને ભાડાની કારમાં આવ્યા હતા. તેઓ અત્યારે CFTRI મૈસુરુમાં રોકાયા છે."

લોકસભા ચૂંટણી 2019 : હાર્દિક પટેલનો સીધો વાર, ભાજપમાં જોડાયો હોત તો ખુરશી સાફ કરતો હોત

કુમારસ્વામીએ ચૂંટણી પંચને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, "આઈટી અધિકારીઓએ અમારા સાથીદારોને ત્યાં રેડ પાડવાનું ચાલુ રાખ્યું છે. હૂં ચૂંટણી પંચને અપીલ કરું છું કે તેઓ મોદી સરકારના દબાણમાં આઈટી વિભાગ જે કાર્યવાહી કરી રહ્યું છે તે બંધ કરે."

fallbacks

કુમારસ્વામીએ પત્રમાં વધુ લખ્યું છે કે, "મને પાકી માહિતી મળી છે કે દેશના વિવિધ ભાગમાંથી 200થી 300 જેટલા CRPF જવાનોને કર્ણાટકમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ એરપોર્ટથી શહેરના માર્ગો પર ગોઠવાઈ જશે. તેમને કર્ણાટકમાં આઈટી વિભાગની રેડમાં ટેકો આપવા માટે બોલાવાયા છે."

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...

fallbacks

મંગળવારે પણ આઈટીના અધિકારીઓએ બેંગલુરુ, રામનગર, કનકપુરા, માંડ્યા, મૈયસુર, હાસન અને શિવામોગામાં રેડ ચાલુ રાખી હતી. કુમારસ્વામીએ કેન્દ્ર સરકારને ધમકી આપી છે કે જો તે આ બદલાની કાર્યવાહી બંધ નહીં કરે તો તેઓ મમતા બેનરજીની જેમ ધરણા પર બેસી જશે. 

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં લોકસભાનું બે તબક્કામાં મતદાન યોજાવાનું છે, જે 18 અને 23 એપ્રિલના રોજ યોજાશે. 

ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More