નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો છે. પાંચેય રાજ્યોમાં કોંગ્રેસે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. તો પંજાબમાં કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આપ્યો છે. હવે પાર્ટીની હાર પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, અમને આ પરિણામ સ્વીકાર્ય છે. હું તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોને તેમની મહેનત અને સમર્પણ માટે આભાર વ્યક્ત કરુ છું. તેમણે કહ્યું કે, આપણે તેનાથી શીખીશુ અને ભારતના લોકોના હિતો માટે કામ કરતા રહીશું.
ચૂંટણી પંચ તરફથી જાહેર થયેલા આંકડા પ્રમાણે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં માત્ર બે સીટો પર આગળ છે. તો ઉત્તરાખંડમાં કોંગ્રેસને 18 સીટો મળી રહી છે. પંજાબમાં કોંગ્રેસ 18, ગોવામાં 11 અને મણિપુરમાં ચાર સીટો પર આગળ છે. કોંગ્રેસે પંજાબની સત્તા ગુમાવી દીધી છે. અહીં કુલ 117 સીટોમાંથી આમ આદમી પાર્ટી 92 સીટો જીતી રહી છે.
Humbly accept the people’s verdict. Best wishes to those who have won the mandate.
My gratitude to all Congress workers and volunteers for their hard work and dedication.
We will learn from this and keep working for the interests of the people of India.
— Rahul Gandhi (@RahulGandhi) March 10, 2022
મહત્વનું છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસને પંજાબ અને ગોવામાં જીતની આશા હતી. કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું- લોકતંત્રમાં જનતાના વિવેક અને જનતાનો આદેશ સર્વોપરિ છે. આજે અમે જનાદેશનું સન્માન કરતા જનતા-જનાર્દનનો આભાર વ્યક્ત કરીએ છીએ. મોંઘવારી, બેરોજગારી, સરકારી સંપત્તિઓની હરાજી, આવારા પશુ, મહિલાઓ દલિતો પર અત્યાચાર અને જનતાના તમામ વાસ્તવિક મુદ્દા પર અમારી લડાઈ યથાવત રહેશે.
આ પણ વાંચોઃ ગરીબોને રાશન, યોગીનું શાસન, મોદીનું ભાષણ, કઈ રીતે ભાજપે યુપીમાં ધ્વસ્ત કર્યા તમામ સમીકરણ
આ પણ વાંચોઃ પંજાબમાં મહાજીત બાદ બોલ્યા કેજરીવાલ, કહ્યું- આપણે નફરતની નહીં સેવાની રાજનીતિ કરવી છે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે