નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) મહામારી વિરુદ્ધ કોરોના રસીને સૌથી મોટું હથિયાર ગણવામાં આવી રહ્યું છે. દેશમાં 18 વર્ષથી વધુ વયના લોકોને રસી અપાઈ રહી છે. આ બધા વચ્ચે એવા સમાચાર આવ્યા છે કે ઝાયડસ કેડિલાની રસી Zycov-d ને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળવામાં હજુ થોડા દિવસ લાગશે.
ઝાયડસ કેડિલાએ DCGI પાસે માંગી છે મંજૂરી
ઝાયડસ કેડિલાએ પોતાની કોરોના રસી ઝાયકોવ-ડી ( Zycov-d)ના ઈમરજન્સી ઉપયોગ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસે મંજૂરી માંગી છે. આ રસી 12 વર્ષથી ઉપરના લોકો માટે છે અને તેના ફેઝ-3 ટ્રાયલ પૂરી થઈ ગઈ છે.
Emergency approval of Zydus Cadila's #COVID19 vaccine will take a few more days: Sources
— ANI (@ANI) July 12, 2021
ક્યાં સુધીમાં મળી શકે છે મંજૂરી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ ઝાયડસ કેડિલા દ્વારા રજુ કરાયેલી અરજીનું પ્રાથમિક મૂલ્યાંકન ચાલુ છે અને આગળના વિચાર માટે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી(SEC) ને મોકલી દેવાઈ છે. જલદી SEC ની બેઠક થશે અને કંપનીના પ્રતિનિધિઓને પણ પ્રેઝન્ટેશન આપવાનું કહેવામાં આવશે. જો કમિટીના આંકડા સંતોષજનક લાગશે તો Zycov-d ને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આ અઠવાડિયે મળી શકે છે.
UP ના કોરોના મેનેજમેન્ટ પર ઓવારી ગયા આ ઓસ્ટ્રેલિયન સાંસદ, કહ્યું- 'અમને CM યોગી આપી દો'
દેશની પાંચમી રસી હશે
Zycov-d ને જો મંજૂરી મળી જશે તો તે દેશમાં ઉપલબ્ધ કોરોનાની પાંચમી રસી બનશે. આ અગાઉ DCGI એ સ્વદેશી રસી કોવેક્સીન અને કોવિશિલ્ડને મંજૂરી આપી હતી. ત્યારબાદ સ્પુતનિક-વી અને મોર્ડર્નાની કોરોના રસીને પણ મંજૂરી મળી ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે