Home> India
Advertisement
Prev
Next

આતંકીઓ પર અવકાશમાંથી નજર રાખશે ભારત, ISROએ લોન્ચ કર્યું એમિસેટ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)એ સોમવારે આધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી આજે સવારે 9:27 વાગે ભારતીય રોકેટ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) દ્વારા ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટ, એમિસેટનું પ્રોજેક્શન કર્યું છે.

આતંકીઓ પર અવકાશમાંથી નજર રાખશે ભારત, ISROએ લોન્ચ કર્યું એમિસેટ

નવી દિલ્હી: અવકાશની દુનિયામાં સતત ઇતિહાસ રચનાર ભારતે આજે વધુ એક સફળતા મેળવી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)એ સોમવારે આધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી આજે સવારે 9:27 વાગે ભારતીય રોકેટ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) દ્વારા ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટ, એમિસેટનું પ્રોજેક્શન કર્યું છે.

fallbacks

વધુમાં વાંચો: #IndiaKaDNA : ZEE ન્યૂઝના મહાસંવાદમાં અમિત શાહથી લઈને અખિલેશ યાદવ રજુ કરશે પોતાની વાત

સવારે 9:27 વાગે ઉઠાન ભર્યાના લગભગ 17 મિનિટ બાદ રોકેટ 749 કિલોમીટર દુર સ્થિત ભ્રમણકક્ષામાં 436 કિલોગ્રામના એમીસેટનું પ્રોજેક્શન કર્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, વ્યૂહાત્મક વિસ્તારોમાંથી ઉપગ્રહની માગ વધી ગઇ છે.

જુલાઇમાં પણ રચવામાં આવશે ઇતિહાસ
ભારત જુલાઇ અથવા ઓગસ્ટમાં કોઇપણ સમયે તેમનો નવો સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (એસએસએલવી) રોકેટથી બે અથવા વધારે સંરક્ષણ ઉપગ્રહોને પણ લોન્ટ કરશે. એમીસેટને ભ્રમણકક્ષામાં રાખી રોકેટ 28 વિદેશી ઉપગ્રહો (અમેરીકાના 24 લિયુઆનિયાના બે અને સ્પેન તથા સ્વિટ્ઝરલેન્ડના એક-એક ઉપગ્રહ) ને 504 કિલોમીટરની ઉંચાઇ પર પ્રોજેક્શન કરવા માટે પરત આવશે. આ દરેક 28 ઉપગ્રહનું વજન લગભગ 220 કિલોગ્રામ છે. આ કર્યા બાદ ભારત કૂલ 297 વિદેશી ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં સફળતા પૂર્વક સ્થાપિત કરશે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More