નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરના બડહામમાં શુક્રવાર સવારે સુરક્ષા દળોએ એનકાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે. બડગામના કરાલપોરામાં શુક્રવાર સવારે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને આ સફતા મળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા દળોને આ વિસ્તારમાં 2-3 આતંકી છૂપાયેલા હોવાની જાણકારી મળી હતી.
વધુમાં વાંચો:- આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો, ભારત-USAના સંબંધ વધુ મજબૂત થશે: PM મોદી
ત્યારબાદ સુરક્ષા દળોએ તેમની શોધ માટે અભિયાન શરૂ કર્યું હતું. આ વચ્ચે આતંકવાદીઓ તરફથી ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ફાયરિંગ શરૂ કર્યું હતું.
વધુમાં વાંચો:- ભારત-જાપાન અને USA વચ્ચે બેઠક, PM મોદીએ કહ્યું- ‘અમારો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ’
સુરક્ષા દળોને એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીની લાશ મળી આવી છે. સાથે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. સુરક્ષા દળ હવે અન્ય આતંકવાદીઓની શોધ અભિયાન ચલાવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બંને તરફથી ગોળીબાર થઇ રહ્યો છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે