Home> India
Advertisement
Prev
Next

ટેરર ફંડિગ મુદ્દે EDની મોટી કાર્યવાહી, અલગતાવાદી શબ્બીર શાહના પરિવારની સંપત્તી જપ્ત

શબ્બીર શાહને વાની દ્વારા કથિત રીતે 52 લાખ રૂપિયા ચુકવવામાં આવનરા હતા, જો કે તે અગાઉ જ દિલ્હી પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો

ટેરર ફંડિગ મુદ્દે EDની મોટી કાર્યવાહી, અલગતાવાદી શબ્બીર શાહના પરિવારની સંપત્તી જપ્ત

નવી દિલ્હી : પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) એ કાશ્મીરી અલગતાવાદી નેતા શબ્બીર શાહ અને અન્યોની વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે નાણા પુરા પાડવા અને 14 વર્ષ જુના એક મની લોન્ડરિંગનાં કેસમાં શ્રીનગર ખાતેની શાહની એક સંપત્તી જપ્ત કરી છે. એજન્સીએ શુક્રવારે કહ્યું કે, સંપત્તી જમ્મુ કાશ્મીરની ગ્રીષ્મકાલીન રાજધાની શ્રીનગરનાં રાવલપુરા વિસ્તારનાં ઇફાનદી બાગમાં આવેલી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ નાણા સંશોધન અટકાયત કાયદા (PMLA) હેઠળ સંપત્તી જપ્ત કરી છે. આ કાશ્મીરી ખીણમાં અલગતાવાદીઓ અને આતંકવાદી જુથોની વિરુદ્ધ સરકારની અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો હિસ્સો છે. 
લોકસભા ચૂંટણી 2019 : ભાજપે ઉમેદવાર જાહેર કર્યા, કુલ 19 સીટો પર ઉમેદવાર થયા જાહેર

fallbacks

ઇડીએ કહ્યું કે, શાહની પત્ની અને પુત્રોનાં નામ પર આ સંપત્તી હતી. જપ્ત કરવામાં આવેલી સંપત્તીની કિંમત 25.8 લાખ રૂપિયા અંદાજવામાં આવી છે. શાહ હાલ કસ્ટડીમાં છે.એજન્સીએ કહ્યું કે, શાહ પોતાનાં સહયોગી મોહમ્મદ અસલમ વાની સાથે બિનકાયદેસર ગતિવિધિમાં સંડોવાયેલા હતા. વાણી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જેઇએમ (જૈશ એ મોહમ્મદ)નો કાર્યકર્તા છે. દિલ્હીની એક સ્થાનીક કોર્ટે એક દશક જુના નાણા સંશોધન મુદ્દે ધરપકડ અલગતાવાદી નેતા શબ્બીર શાહની જામીન અરજી અંગે સુનવણી 2 એપ્રીલ સુધી ટાળી દીધી છે.
કિન્નર અખાડાના મહામંડલેશ્વર ભવાની માં હશે પ્રયાગરાજના AAP ઉમેદવાર

ભારતનો સૌથી અસફળ ઉમેદવાર, લિમ્કા બુકમાં મળ્યું સ્થાન, અધધ વખત હાર્યો છે ચૂંટણી
શાહે 25 જુલાઇ 2017નાં કેસમાં દિલ્હી પોલીસનાં વિશેષ એકમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમાંવાનીને પણ ધરપકડ કરવામાં આવી હતી. તેણે દાવો કર્યો કે વાની પાસેથી 63 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જેમાંથી 52 લાખ રૂપિયા કથિત રીતે શાહને ચુકવવામાં આવાનાર હતા. શાહ હાલ કસ્ટડીમાં છે અને તિહાડની કેન્દ્રીય જેલમાં બંધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇડી દ્વારા કાશ્મીરનાં અલગતાવાદી નેતાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More