Home> India
Advertisement
Prev
Next

યુરોપિયન યુનિયનના સાંસદોના J&K પ્રવાસનો આજે બીજો દિવસ, સ્થિતિની કરશે સમીક્ષા

યુરોપિયન યુનિયન (European Union)ના સાંસદોનું એક પ્રતિનિધિ મંડળ આજે બીજા દિવસે પણ જમ્મુ  કાશ્મીર (Jammu Kashmir)ના હાલાતની સમીક્ષા કરશે. નોંધનીય છે કે પાંચ ઓગસ્ટના રોજ આર્ટિકલ 370 હટાવાયા બાદથી કાશ્મીરની મુલાકાત કરનારું આ પહેલુ વિદેશી પ્રતિનિધિ મંડળ છે. આ અગાઉ યુરોપિયન સાંસદોનું આ પ્રતિનિધિ મંડળ મંગળવારે શ્રીનગર પહોંચ્યું હતું. પ્રતિનિધિ મંડળ અહીંની એક ફાઈવ સ્ટાર હોટલમાં પહોંચ્યું. ત્યારબાદ તેમને બદામી બાગમાં સેનાના 15 કોર હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યાં. અહીં સેનાના ટોચના કમાન્ડરોએ તેમને કાશ્મીરની સ્થિતિ અંગે જાણકારી આપી.

યુરોપિયન યુનિયનના સાંસદોના J&K પ્રવાસનો આજે બીજો દિવસ, સ્થિતિની કરશે સમીક્ષા

શ્રીનગર: યુરોપિયન યુનિયન (European Union)ના સાંસદોનું એક પ્રતિનિધિ મંડળ આજે બીજા દિવસે પણ જમ્મુ  કાશ્મીર (Jammu Kashmir)ના હાલાતની સમીક્ષા કરશે. નોંધનીય છે કે પાંચ ઓગસ્ટના રોજ આર્ટિકલ 370 હટાવાયા બાદથી કાશ્મીરની મુલાકાત કરનારું આ પહેલુ વિદેશી પ્રતિનિધિ મંડળ છે. આ અગાઉ યુરોપિયન સાંસદોનું આ પ્રતિનિધિ મંડળ મંગળવારે શ્રીનગર પહોંચ્યું હતું. પ્રતિનિધિ મંડળ અહીંની એક ફાઈવ સ્ટાર હોટલમાં પહોંચ્યું. ત્યારબાદ તેમને બદામી બાગમાં સેનાના 15 કોર હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યાં. અહીં સેનાના ટોચના કમાન્ડરોએ તેમને કાશ્મીરની સ્થિતિ અંગે જાણકારી આપી.

fallbacks

મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપમાં ખેંચતાણ, NCP કેમ કોઈને સાથ આપવા નથી માંગતી? વાંચો ઈનસાઈટ સ્ટોરી 

15 કોર્પ્સ હેડક્વાર્ટર પર યુરોપિયન સાંસદોના પ્રતિનિધિ મંડળ સાથે બેઠકમાં બ્રિફિંગ દરમિયાન સુરક્ષાદળોએ તેમને કાશ્મીર ઘાટીમાં આતંકવાદને પ્રોત્સાહન આપવામાં પાકિસ્તાનની ભૂમિકા અંગે પણ જાણકારી આપી. સુરક્ષાદળોએ આતંકવાદીઓને ભારતમાં મોકલાતા આતંકીઓમાં પાકિસ્તાની સેનાની ભૂમિકા અંગે પણ જણાવ્યું. યુરોપિયન સાંસદોએ મંગળવારે ડાલ ઝીલમાં શિકારાનો પણ આનંદ લીધો. 

જુઓ LIVE TV

આ અગાઉ યુરોપિયન સાંસદોએ સોમવારે નરેન્દ્ર મોદી અને એનએસએ અજીત ડોભાલની મુલાકાત કરી હતી. પીએમ મોદીએ યુરોપિયન સંસદના સભ્યો સાથે વાતચીત દરમિયાન પાકિસ્તાનનું નામ લીધા વગર તેના પર નિશાન સાધ્યું હતું. 

પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદીઓનું સમર્થન કે પ્રાયોજિત કરવાની આવી ગતિવિધિઓ અને સંગઠનોનું સમર્થન કરનારા કે નીતિ તરીકે આતંકવાદનો ઉપયોગ કરનારા વિરુદ્ધ તત્કાળ કાર્યવાહી થવી જોઈએ. આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ હોવી જોઈએ. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More