Home> India
Advertisement
Prev
Next

પીએમ મોદીની દરેક દિવાળી હોય છે ખાસ, ક્યારેય ઘરે રહેતા નથી

પીએમ મોદીની દરેક દિવાળી હોય છે ખાસ, ક્યારેય ઘરે રહેતા નથી

પીએમ મોદી દિવાળીનું સેલિબ્રેશન કેદારનાથમાં ઉજવે તેવી શક્યતા છે. જોકે, આ માહિતી હજી કન્ફર્મ નથી, પંરતુ સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી દિવાળીના એક દિવસ પહેલા એટલે કે, 6 નવેમ્બરના રોજ કેદારનાથની મુસાફરીએ જશે. જેથી ત્યાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. દર વર્ષે દિવાળીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાં જશે, તેની ચર્ચા હંમેશા થતી રહે છે. કારણ કે, તેઓ છેલ્લાં ચાર વર્ષથી દિવાળીનો પાવન તહેવાર વિવિધ જગ્યાઓ પર લોકોની વચ્ચે ઉજવવાનું પસંદ કરે છે. તેથી આ વર્ષે પણ તેમના કેદારનાથમાં જવાની ચર્ચાએ વેગ પકડ્યું છે. તો કહેવાય છે કે, તેઓ કદાચ ચીનને લગતી ભારતીય સરહદ પરના જવાનો સાથે પણ દિવાળી ઉજવી શકે છે. જોકે, તે હજી નક્કી નથી. આવું થશે, તો તેઓ ત્રીજીવાર જવાનો વચ્ચે દિવાળીનો તહેવાર ઉજવે તેવી શક્યતા છે. આ ચર્ચાની વચ્ચે પીએમ મોદીની ચાર વર્ષની દિવાળીના સેલિબ્રેશન પર જરૂર નજર કરી લેવા જેવી છે. 

fallbacks

fallbacks

2014
જે સમયે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેએ બાગડોર સંભાળી હતી, તે વર્ષે જ જમ્મુ-કાશ્મીરમાં ભીષણ પૂર આવ્યું હતું. આ કારણે પીએમએ વડાપ્રધાન પરની તેમની પહેલી દિવાળી શ્રીનગરમાં લોકોની વચ્ચે ઉજવી હતી. 

2015
પાંચ વર્ષના તેમના કાર્યકાળમાં માત્ર 2015નું વર્ષ એવું છે, જેમાં તેઓ ક્યાંય ગયા ન હતા, અને દિલ્હીના તેમના નિવાસસ્થાને રોકાયા હતા. તેમણે ટ્વિટ કરીને દેશના નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.

fallbacks

2016
આ વર્ષમાં તેમણે હિમાચલ પ્રદેશમાં ચીનને અડીને આવેલી બોર્ડર પર તૈનાત જવાનો સાથે દિવાળી ઉજવી હતી. તેઓ કુન્નુરના સમડા વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમણે અહીં આઈટીબીપીના જવાનો સાથે દિવાળી ઉજવી હતી. તેમણે પોતાના હાથથી જવાનોને મીઠાઈ પણ ખવડાવી હતી. 

fallbacks

2017
ગત વર્ષે તેમણે ફરીથી જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં તૈનાત બીએસએફના જવાનો સાથે દિવાળી ઉજવી હતી. આ વર્ષે પણ તેમણે જવાનોને મીઠાઈ ખવડાવી દિવાળીની શુભકામનાઓ આપી હતી. ત્યાં તેઓ અંદાજે 2 કલાક જેટલા રોકાયા હતા અને જવાનો સાથે ચર્ચા કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More