કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal) માં આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ છે. મતદાન વચ્ચે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. રાજ્યના હાવડાના ઉલુબેરિયા નોર્થમાં ટીએમસીના નેતાના ઘરમાંથી ઈવીએમ અને વીવીપેડ મળી આવ્યા છે. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ જોવા મળ્યો છે. ગ્રામીણોએ સેક્ટર અધિકારીને પકડીને પ્રદર્શન કર્યુ છે. ઉલુબેરિયા ઉત્તરથી ભાજપના ઉમેદવાર ચિરન બેરાએ આરોપ લગાવ્યો કે તુલસીબેરિયાના એક ટીએમસી નેતા ગૌતમ ઘોષને ગ્રામીણોએ ઈવીએમ મશીન અને 4 વીવીપેડ સાથે પકડ્યો. ત્યારબાદ વિસ્તારમાં તણાવ ફેલાયો. કેન્દ્રીય દળો અને પોલીસે ગ્રામીણોને વેર વિખેર કરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો.
શું કહેવું છે સેક્ટર ઓફિસરનું
અનેક સીલબંધ ઈવીએમ ટીએમસી નેતા ગૌતમ ઘોષના ઘરની બહાર જોવા મળ્યા. જ્યારે પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF) ના અધિકારી જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા તો સેક્ટર ઓફિસરે જણાવ્યું કે જ્યારે અમે સેક્ટર ઓફિસ પહોંચ્યા, ત્યાં સુધીમાં તો સીએપીએફએ બંધ કરી દીધી હતી. ત્યારબાદ મારા આસિસ્ટન્ટ સેક્ટર ઓફિસે કહ્યું કે અમે તેને મારા સંબંધીઓના ત્યાં રાખી શકીએ છીએ। મને ખબર નહતી કે તે એક ટીએમસી નેતા છે.
Tapan Sarkar, sector officer of Sector 17 in AC 177 Uluberia Uttar at Howrah district, went with Reserve EVM and slept at a relative’s house. This is a gross violation of EC’s instructions for which he has been suspended and charges will be framed for major punishment: EC pic.twitter.com/Af939ZDgJL
— ANI (@ANI) April 6, 2021
ચૂંટણી પંચે કરી કાર્યવાહી
આ મામલે ઈલેક્શન કમીશને સેક્ટર ઓફિસરને સસ્પેન્ડ કરી દીધા છે. ઈલેક્શન કમીશને સેક્ટર ઓફિસરને સસ્પેન્ડ કરી દીધો છે. ચૂંટણી પંચનું કહેવું છે કે ટીએમસીના નેતાના ઘરની બહાર મળેલું ઈવીએમ રિઝર્વ મશીન હતું. આ મશીનને ચૂંટણી પ્રક્રિયાથી હટાવી દેવાયું છે. આ મામલે દોષિત તમામ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે.
આ અગાઉ આસામમાં પણ એક આવો જ મામલો સામે આવી ચૂક્યો છે. જ્યાં એક ભાજપના ઉમેદવારની પત્નીના વાહનમાં ઈવીએમ લઈ જવા પર હોબાળો મચી ગયો. આ મામલે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ અપાયા છે.
પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન
બંગાળ ચૂંટણીના ત્રીજા તબક્કામાં 31 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં 78 લાખ 50 હજાર મતદારો રજિસ્ટર્ડ છે. આ તબક્કાના મતદાનમાં 205 ઉમેદવારો મેદાનમા છે. જેમાં ભાજપના સ્વપ્ન દાસગુપ્તા, ટીએમસીના આશિમા પાત્રા અને સીપીએમના કાંતિ ગાંગુલી પ્રમુખ નેતા છે.
Assembly Election: Bengal-Assam સહિત 5 રાજ્યોમાં થઈ રહ્યું છે મતદાન
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે