Home> India
Advertisement
Prev
Next

ઝારખંડ ચૂંટણી: મહા EXIT POLLમાં ભાજપને નુકસાન, સત્તા ગુમાવે તેવી ભીતિ, JMMને લીડ

ઝારખંડ વિધાનસભા ચૂંટણી (Jharkhand Assembly Eleciton 2019) માં રાજ્યની 81 બેઠકો માટે શુક્રવારે ચૂંટણી પૂરી થઈ. છૂટી છવાઈ હિંસા વચ્ચે રાજ્યમાં પાંચ તબક્કાઓમાં મતદાન થયું. ગઈ કાલે છેલ્લા તબક્કાનું મતદાન થયું અને ત્યારબાદ એક્ઝિટ પોલ (Exit Poll) ના પરિણામો પણ સામે આવવા લાગ્યા છે. એક્ઝિટ પોલના પરિણામોનું માનીએ તો રાજ્યમાં હેમંત સોરેનના ઝારખંડ મુક્તિ મોરચા (JMM) વાળા ગઠબંધનને લીડ મળતી જોવા મળી રહી છે. જ્યારે રાજ્યની સત્તાધારી પાર્ટી ભાજપ (BJP) ને નુકસાન થતું જોવા મળી રહ્યું છે. જો કે ઝારખંડમાં સત્તા કોણ બનાવશે તે તો 23મી ડિસેમ્બરે જ જાણવા મળશે. 

ઝારખંડ ચૂંટણી: મહા EXIT POLLમાં ભાજપને નુકસાન, સત્તા ગુમાવે તેવી ભીતિ, JMMને લીડ

નવી દિલ્હી: ઝારખંડ વિધાનસભા ચૂંટણી (Jharkhand Assembly Eleciton 2019) માં રાજ્યની 81 બેઠકો માટે શુક્રવારે ચૂંટણી પૂરી થઈ. છૂટી છવાઈ હિંસા વચ્ચે રાજ્યમાં પાંચ તબક્કાઓમાં મતદાન થયું. ગઈ કાલે છેલ્લા તબક્કાનું મતદાન થયું અને ત્યારબાદ એક્ઝિટ પોલ (Exit Poll) ના પરિણામો પણ સામે આવવા લાગ્યા છે. એક્ઝિટ પોલના પરિણામોનું માનીએ તો રાજ્યમાં હેમંત સોરેનના ઝારખંડ મુક્તિ મોરચા (JMM) વાળા ગઠબંધનને લીડ મળતી જોવા મળી રહી છે. જ્યારે રાજ્યની સત્તાધારી પાર્ટી ભાજપ (BJP) ને નુકસાન થતું જોવા મળી રહ્યું છે. જો કે ઝારખંડમાં સત્તા કોણ બનાવશે તે તો 23મી ડિસેમ્બરે જ જાણવા મળશે. 

fallbacks

CAA: દિલ્હી પોલીસ મુખ્યમથક પાસે પ્રદર્શનકારીઓના ધરણા, અટકાયતમાં લેવાયેલા લોકોને છોડવાની માંગ

નોંધનીય છે કે રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન 30 નવેમ્બરે થયું હતું. જ્યારે છેલ્લા તબક્કાનું મતદાન 20 ડિસેમ્બરે પૂરું થયું. જ્યારે 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 37 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી જ્યારે એનડીએને 42 બેઠકો મળી હતી. જેએમએમએ 19  બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો હતો. 

જેએમએમના કાર્યકારી ચીફ અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને ઝી બિહાર-ઝારખંડ સાથે વાતચીતમાં કહ્યું કે પહેલેથી હું કહેતો હતો કે મહાગઠબંધનને બહુમત મળશે. તેમણે કહ્યું કે આ પ્રાદેશિક ચૂંટણી હતી અને તેમાં સ્થાનિક મુદ્દાઓ હતાં. પરંતુ તેમા રાષ્ટ્રીય મુદ્દાઓ લાવવામાં આવ્યાં જેના માટે જનતાએ 6-7 મહિના પ હેલા જ જનાદેશ આપી દીધો હતો. હેમંત સોરેને કહ્યું કે જે પ્રકારે વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યાં અને પ્રાદેશિક મુદ્દાઓને દૂર રખાયા તેનાથી જનતાના મનમાં કસક હતી. ચૂંટણીમાં એવું લાગ્યું કે ઝારખંડની નહીં પરંતુ દિલ્હી સરકારની ચૂંટણી લડાઈ રહી છે. આ દરમિયાન જેએમએમ નેતાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે પાંચ વર્ષમાં આદિવાસીઓની જળ જંગલ જમીનને છીનવવામાં આવી. 

CAA વિરોધ પ્રદર્શન: UP માં 24 કલાકમાં 6 પ્રદર્શનકારીઓના મોત, ઘણા લોકો ઘાયલ

એબીપી ન્યૂઝ
એબીપી ન્યૂઝ એક્ઝિટ પોલ મુજબ જેએમએમ ગઠબંધનને 35 બેઠકો મળી શકે છે. જ્યારે બીજેપીને 32 બેઠકો મળે તેવી શક્યતા છે. આ સાથે જ એક્ઝિટ પોલ મુજબ બાબુલાલ મરાંડીના નેતૃત્વવાળા ઝારખંડ વિકાસ મોરચાને 3 બેઠકો મળી શકે છે. જ્યારે સુદેશ મહતોના નેતૃત્વવાળી એએસએસયુને 5 અને અન્યના ફાળે 6 બેઠકો જઈ શકે છે. 

જુઓ LIVE TV

IANS અને સી વોટર્સ
આઈએએનએસ અને સી વોટર્સના એક્ઝિટ પોલ મુજબ જેએમએમ ગઠબંધનને વિધાનસભા ચૂંટણીમાં લીડ મળતી જોવા મળી રહી છે. જ્યારે ભાજપને નુકસાન થઈ રહ્યું છે. તેમના મુજબ જેએમએમ ગઠબંધનને 35 અને ભાજપને 32 બેઠકો જ્યારે અન્યના ફાળે 14 બેઠકો જવાની સંભાવના છે. 

આજતક
એક્ઝિટ પોલ મુજબ ઝારખંડ મુક્તિમોર્ચા અને તેના ગઠબંધનના સાથીને 38થી 50 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપને 22થી 32ની વચ્ચે બેઠકો મળી શકે છે. આજતકના એક્ઝિટ પોલ મુજબ જેએમએમ ગઠબંધનને 38-50, ભાજપ 22-32, જેવીએમ 2-4, એએસએસયુ 3-5 અને અન્યને 4-7 બેઠકો મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More