Home> India
Advertisement
Prev
Next

દેશને મળી પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિન, ભારત બાયોટેકની કોવેક્સીનને મળી મંજૂરી

એક્સપર્ટ પેનલની આજે મળેલી બેઠકમાં દેશમાં બની રહેલી ભારત બાયોટેકની સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. 

દેશને મળી પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિન, ભારત બાયોટેકની કોવેક્સીનને મળી મંજૂરી

નવી દિલ્હીઃ નવા વર્ષ 2021ના બીજા દિવસે સતત સારા સમાચાર મળ્યા છે. એક્સપર્ટ પેનલે દેશની પ્રથમ સ્વદેશી કોરોના વાયરસ વેક્સિન (Corona Virus Vaccine) કોવેક્સિન (Covaxin)ને મંજૂરી આપી દીધી છે. મહત્વનું છે કે એક્સપર્ટ પેનલે ગઈકાલે પોતાની બેઠકમાં કોવિશીલ્ડને પણ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી.  

fallbacks

સેન્ટ્રલ ડ્રગ ધોરણો નિયંત્રણ સંસ્થા (સીડીએસસીઓઃની કોરોના પર વિષય નિષ્ણાંત સમિતિએ ભારત બાયોટેકની સ્વદેશી કોવિડ વેક્સિન કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણ કરી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી આ સમાચાર આપ્યા છે. 

ત્યારબાદ તે બંન્ને વેક્સિનને અંતિમ મંજૂરી માટે દેશના દવા નિયામક એટલે કે ડીસીજીઆઈ વીજી સોમાનીની પાસે મોકલવામાં આવશે. તેઓ આ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપશે. મહત્વનું છે કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી અને દવા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસિત કરવામાં આવેલી વેક્સિનને પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવિશીલ્ડના નામથી તૈયાર કરી રહી છે. તો ભારત બાયોટેક (Bharat Biotech)એ કોવેક્સિન નામથી સ્વદેશી વેક્સિન વિકસિત કરી છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More