નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસે ફરી ચિંતાજનક સ્થિતિ ઉભી કરી છે. એક તરફ દેશમાં વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે તો બીજી તરફ નવા કેસ દરરોજ રેકોર્ડ બનાવી રહ્યાં છે. દેશના દરેક રાજ્યો કોરોનાથી પરેશાન છે. હોસ્પિટલોમાં જગ્યાઓ મળતી નથી. આ વચ્ચે કોરોનાની સારવારમાં ઉપયોગમાં આવતા રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ ખુબ વધી રહી છે. લોકોને આ ઇન્જેક્શન મળી રહ્યાં નથી. આ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. દેશમાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની નિકાસ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
Centre prohibits exports of Injection #Remdesivir and Remdesivir API till #COVID19 situation in the country improves; takes various steps to ensure easy access of Remdesivir to patients and hospitals.#Unite2FightCorona
Details: https://t.co/ewfNIN7umj pic.twitter.com/7aP1JMQv3h
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) April 11, 2021
દેશમાં કેસ વધતા લેવાયો નિર્ણય
દેશમાં વધતા કોરોના કેસને જોતા ભારત સરકારે રેમડેસિવિર ઇન્જેક્શન અને Remdesivir Active Pharmaceutical Ingredients (API) ના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. હકીકતમાં કોરોનાના હળવા લક્ષણવાળા દર્દી તેનો ઉપયોગ કરે છે. કોરોનાના કેસ અચાનક વધવાથી સ્ટોકમાં કમી આવી ગઈ છે જેથી સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે.
નિકાસ પર પ્રતિબંધ ત્યાં સુધી લાગૂ રહેશે જ્યાં સુધી દેશમાં કોરોના સંક્રમણ પર કાબુ મેળવી શકાય નહીં. સરકારનું કહેવું છે કે ઘણી કંપની આ ઇન્જેક્શનના ઉત્પાદનમાં લાગી છે અને દરરોજ 38.80 યૂનિટ્સનું ઉત્પાદન કરી રહી છે. ઉત્પાદનના આંકડા અને વધતા કેસને જોતા સરકારે નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. એટલું જ નહીં સરકારે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી રોકવા અને ઉપલબ્ધતા નક્કી કરવા માટે પણ જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃ COVID Tongue: કોરોના દર્દીઓની જીભ પર જોવા મળ્યા અજીબ લક્ષણ, આ રીતે કરો ઓળખ
દેશમાં આવશે નવી વેક્સિન
કોવિડ-19ના વેક્સિનની કમીના અહેવાલો વચ્ચે કેન્દ્ર સરકારે વેક્સિન ઉત્પાદન વધારવાની દિશામાં પગલા ભર્યા છે. ન્યૂઝ એજન્સી ANI એ સૂત્રોના હવાલાથી સમાચાર આપ્યા છે કે ઓક્ટોબર સુધી દેશમાં કોરોનાની વધુ 5 વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. હાલમાં ભારતમાં માત્ર કોવિશીલ્ડ અને કોવેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે. રશિયામાં ડેવલોપ કરવામાં આવેલી સ્પતનિક વી વેક્સિનને આગામી જૂન મહિનામાં મંજૂરી આપવામાં આવી શકે છે.
કઈ પાંચ વેક્સિન આવવાની છે?
સ્પતનિક વી વેક્સિન
જોનસન એન્ડ જોનસન વેક્સિન
નોવાવૈક્સ વેક્સિન
ઝાયડસ કેડિલાની વેક્સિન
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે