Home> India
Advertisement
Prev
Next

શાહજહાંપુર: માસૂમ ગણતરી ન કરી શક્યો, ક્રુર ટીચરે KGના વિદ્યાર્થીની આંખ ફોડી નાખી

શાળામાં બર્બરતાથી માસૂમ વિદ્યાર્થીને પીટવાનો મામલો સામે આવ્યો છે.  આ મામલો શાહજહાંપુરના રોજા વિસ્તારના ગામમાં રહીમપુરમાં એક ખાનગી શાળાનો છે.

શાહજહાંપુર: માસૂમ ગણતરી ન કરી શક્યો, ક્રુર ટીચરે KGના વિદ્યાર્થીની આંખ ફોડી નાખી

નવી દિલ્હી/શાહજહાંપુર(શિવકુમાર): શાળામાં બર્બરતાથી માસૂમ વિદ્યાર્થીને પીટવાનો મામલો સામે આવ્યો છે.  આ મામલો શાહજહાંપુરના રોજા વિસ્તારના ગામમાં રહીમપુરમાં એક ખાનગી શાળાનો છે. જ્યાં ટીચરે બાળકને એટલી ક્રુરતાથી માર્યો કે બાળકના આંખ જ ફૂટી ગઈ. પરિજનોએ બાળકની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર કરાવી, પરંતુ ડોક્ટરોએ તેને લખનઉ રેફર કરી દીધો. લખનઉના મેડિકલ કોલેજમાં ડોક્ટરોનું કહેવું છે કે બાળકની આંખ જ કાઢવી પડશે. તેની આંખોની રોશની જતી રહી છે. પરિજનોનો આરોપ છે કે વિદ્યાર્થીનો વાંક માત્ર એટલો જ હતો કે તે ગણતરી કરી શક્યો નહીં. પોલીસે આ મામલે તપાસ બાદ કાર્યવાહીની વાત કરી છે. 

fallbacks

શું છે મામલો
ઘટના શાહજહાંપુર જિલ્લામાં રોજા વિસ્તારના રહીમપુર ગામની છે. ગામના રહીશ રામસિંહે જણાવ્યું કે તેનો સાત વર્ષનો પુત્ર લવકુશ ગામની ઉર્મિલાદેવી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં કેજીમાં ભણે છે. 25 જુલાઈના રોજ શાળામાં ભણાવતા શિક્ષકે કોઈ વાત પર તેમના પુત્રને માર્યો અને પેનથી બાળકની આંખમાં વાર કર્યો. જેના કારણે તેની આંખમાંથી લોહી વહેવા લાગ્યું.

આંખની રોશની જતી રહી
ગંભીર હાલાતમાં પરિજનો બાળકને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયાં. જ્યાંથી તેને લખનઉ રેફર કરી દેવાયો. લખનઉ મેડિકલ કોલેજના ડોક્ટરોએ બાળકની આંખ કાઢવાનું કહી નાખ્યું. ડોક્ટરોનું કહેવું હતું કે બાળકની આંખની રોશની જતી રહી છે. 

ધરણા પર બેઠા પરિજનો
માસૂમના પરિજનો આરોપી શિક્ષક અને શાળા વિરુદ્ધ કલેક્ટ્રેટમાં ધરણા પર બેઠા. પરિજનોની માગણી છે કે આરોપી શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. આ સાથે બાળકની સારવાર કરાવવામાં આવે. જ્યારે પોલીસ મામલાને એક અઠવાડિયા જૂનો ગણાવીને તપાસ બાદ કાર્યવાહી કરવાની વાત કરી રહી છે. 

જોકે શાળાનો ટીચર આ મામલે પોતાના પર લગેલા આરોપોને નિરાધાર ગણાવી રહ્યો છે. કોઈ બાળકની પિટાઈનો આ મામલો પહેલો નથી. આ અગાઉ પણ ટીચરની પિટાઈથી એક વિદ્યાર્થીનો હાથ તૂટી ગયો હતો. પરંતુ આ મામલે બાળકનો વાંક માત્ર એટલો જ હતો કે તે ગણતરી કરી શક્યો નહીં અને ટીચરના ગુસ્સાનો શિકાર થઈ ગયો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More