ટોરંટો : આમ તો ચહેરા પરની કરચલી વધતી ઉંમરની નિશાની ગણાય છે પણ હાલમાં એક સર્વેમાં ખુલાસો થયો છે હસતી વખતે જે લોકોની આંખની આસપાસ વધારે કરચલી પડે છે એ વધારે ઇમાનદાર હોય છે. કેનેડાની વેસ્ટર્ન યુનિવર્સિટીના સંશોધકોને રિસર્ચ દરમિયાન માહિતી મળી છે આંખની આસપાસની કરચલી વ્યક્તિના વ્યક્તિત્વને ઓળખવામાં મહત્વનો ભાગ ભજવે છે. આંખની આસપાસની કરચલીઓને ડ્યુકેન માર્કર કહેવામાં આવે છે. વ્યક્તિ જ્યારે હસે છે કે દુખમાં હોય છે ત્યારે આંખની આસપાસ કરચલી જોવા મળે છે.
સલમાને જ્યારે તેડી લીધો શાહરૂખને, ZEROના ટીઝરમાં કિંગ ખાન ક્યારેય ન દેખાયો હોય એવા લુકમાં
સંશોધનકર્તા જુલિયો માર્ટિનેઝ ટ્રઝિલોએ માહિતી આપી છે કે ડ્યુકેન માર્કરવાળી વ્યક્તિ વધારે પ્રતિભાશાળી હોય છે. ડ્યુકેન માર્કર દેખાતા હોય એ વ્યક્તિ વધારે ઇમાનદાર હોય છે. જોકે હાલના પ્રદૂષણવાળા વાતાવરણમાં પ્રદૂષણને કારણે પણ ચહેરા પર કરચલી પડી જતી હોય છે. આ સિવાય ત્વચામાં રહેલું કોલાજેન ઉંમર વધવાની સાથે ઘટી જાય છે જેના કારણે ત્વચા પર કરચલી પડી જાય છે. જોકે કેટલાક ઘરેલુ ઉપાયો છે જેની મદદથી કરચલીથી છુટકારો મળી શકે છે.
ખાસ ઉપાયો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે