Home> India
Advertisement
Prev
Next

દેશમાં ઇન્ટરનેટ મીડિયા કંપનીઓ બંધ થવાના સમાચારો વચ્ચે ફેસબુકનું નિવેદન- કહ્યું- નિયમનું પાલન કરીશું

કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને ફેબ્રુઆરીમાં કેટલાક નિયમોનું પાલન કરવાના નિર્દેશ આપ્યા હતા. આ માટે કંપનીઓને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, જેની મર્યાદા 26 મેએ પૂરી થઈ રહી છે. 

દેશમાં ઇન્ટરનેટ મીડિયા કંપનીઓ બંધ થવાના સમાચારો વચ્ચે ફેસબુકનું નિવેદન- કહ્યું- નિયમનું પાલન કરીશું

નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલી તમામ વિદેશીવ ઈન્ટરનેટ મીડિયા કંપનીઓ માટે નક્કી નિયમોનું પાલન કરવાની ડેડલાઇન પાસે આવવાની સાથે આ મામલામાં ફેસબુકનું મોટું નિવેદન સામે આવ્યું છે. કંપનીએ કહ્યું કે, તે આઇટી નિયમોની જોગવાઈઓનું પાલન કરશે અને કેટલાક મુદ્દા પર વાતચીત ચાલી રહી છે. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે ફેસબુકના પ્રવક્તાએ કહ્યું કે, અમારૂ લક્ષ્ય આઈટી નિયમોની જોગવાઈઓનું પાલન કરવાનું છે અને કેટલાક એવા મુદ્દા પર ચર્ચા ચાલુ રાખરી છે જે માટે સરકારની સાથે વાત કરવાની જરૂર છે. 

fallbacks

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને ફેબ્રુઆરીમાં કેટલાક નિયમોનું પાલન કરવાના નિર્દેશ આપ્યા હતા. આ માટે કંપનીઓને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, જેની મર્યાદા 26 મેએ પૂરી થઈ રહી છે. આ કંપનીઓએ અત્યાર સુધી કેન્દ્રના નિયમોનું પાલન કર્યું નથી, તેના કારણે તેની સેવાઓ દેશમાં બંધ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ કોંગ્રેસની સીનાચોરી, ટ્વિટરને લખ્યો પત્ર, આ 11 કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ કાર્યવાહીની કરી માગણી

કેન્દ્ર સરકાર દ્વારા 25 ફેબ્રુઆરી 2021ના દેશના ઇલેક્ટ્રોનિક્સ તથા આઈટી મંત્રાલય તરફથી ડિજિટલ કન્ટેન્ટને રેગ્યૂલેટ કરવા માટે ત્રણ મહિનાની અંદર ગ્રીવાન્સ ઓફિસર, કમ્પાયન્સ ઓફિસર, નોડલ ઓફિસરની નિમણૂક કરવાની જવાબદારી આપવામાં આવી હતી અને આ બધાનું કાર્યક્ષેત્ર ભારતમાં હોવું જોઈએ. કેન્દ્ર તરફથી આપવામાં આવેલા આદેશ પ્રમાણે કંપનીઓએ કમ્પલાયન્સ અધિકારીની નિમણૂક કરવી પડશે અને તેનું નામ તથા કોન્ટેક્ટ એડ્રેસ ભારતનું હોવું જોઈએ, 15 દિવસની અંદર ફરિયાદ નિવારણ કરવાની વ્યવસ્થા, વિવાદાસ્પદ પોસ્ટ પર નજર રાખવા જેવી સામાન્ય વસ્તુ નવા નિયમોમાં સામેલ છે. 

નવા નિયમ પ્રમાણે ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મે સરકારના નિર્દેશ કે કાયદાકીય આદેશ બાદ 36 કલાકની અંદર વિવાદાસ્પદ સામગ્રીને હટાવવી પડશે. નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા મધ્યસ્થ સહિત બધા મધ્યસ્થોએ યૂઝર્સ કે પીડિતોની ફરિયાદ પ્રાપ્ત કરવા અને તેને ઉકેલવા માટે ફરિયાદ નિયંત્રણ તંત્ર સ્થાપિત કરવું જોઈએ. માત્ર ઘરેલૂ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ કૂ (Koo) દ્વારા નવા આઈટી નિયમ 2021ની પાલનની જરૂરીયાત પૂરી કરવામાં આવી છે. કૂએ કહ્યું કે, તેણે એક ભારતીય નિવાસી ચીફ કમ્પલાયન્સ અધિકારી, નોડલ અધિકારી અને ગ્રીવાન્સ અધિકારી દ્વારા સમર્થિત એક ફરિયાદ નિવારણ તંત્રને પણ લાગૂ કર્યું છે. 

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More