નવી દિલ્હી: દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે રવિવારે પાકિસ્તાન હાઈ કમિશનના બે વિઝા અધિકારીઓ અને તેમના ડ્રાઈવરને જાસૂસીના આરોપમાં પકડ્યા છે. કહેવાય છે કે બંને અધિકારીઓએ ખોટી રીતે ભારતીય ઓળખ મેળવી હતી. તેમની પાસેથી ગીતા કોલોની નિવાસી નાસિર ગોતમ (Nasir Gotam)ના નામથી એક નકલી આધાર કાર્ડ મળ્યું છે. આ સાથે જ પોલીસે બે એપલ આઈફોન અને 15000 રૂપિયા કેશ પણ જપ્ત કર્યા છે.
પાક. હાઇકમીશનનાં 3 લોકોની જાસુસીનાં આરોપમાં ઝડપાયા, 24 કલાકમાં દેશ છોડવા આદેશ
પાકિસ્તાન હાઈ કમિશનના આ બંને અધિકારીઓ અંગે પોલીસને જાણકારી મળી હતી કે તેઓ જાસૂસીમાં સંડોવાયેલા છે. જેના આધારે કરોલબાગમાં જાળ બિછાવવામાં આવી અને તેમની ધરપકડ કરાઈ. પોલીસના જણાવ્યાં મુજબ આ અધિકારીઓના નામ આબિદ હુસેન (42) અને તાહિર ખાન (44) છે. બંને વિઝા આસિસ્ટન્ટ તરીકે હાઈ કમિશનમાં કામ કરી રહ્યાં હતાં. તથા આઈએસઆઈ ઓપરેટિવ છે. આરોપી પાકિસ્તાન રાજનયિકની કારમાં કરોલબાગ ગયા હતાં. એવી જાણકારી પણ સામે આવી છે કે પાકિસ્તાન દૂતાવાસ તે કારને વેચવાની કોશિશ કરી રહ્યું હતું.
જુઓ LIVE TV
આ ઓપરેશન દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને મિલેટરી ઈન્ટેલિજન્સ (MI) દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ભારતે આ મામલે આકરો વિરોધ નોંધાવ્યો છે અને પાકિસ્તાનને આપત્તિ પત્ર જારી કર્યું છે. આ બધા વચ્ચે પાકિસ્તાને પોતાના અધિકારીઓ પર લગાવવામાં આવેલા આરોપોને ખોટા ગણાવીને થયેલી કાર્યવાહીની ટીકા કરી છે. પાકિસ્તાનનું કહેવું છે કે આ એક પૂર્વઆયોજિત ષડયંત્ર હતું જેથી કરીને તેને બદનામ કરી શકાય. તેનો દાવો છ ેકે દિલ્હીમાં તેના દૂતાવાસે હંમેશા આંતરરાષ્ટ્રીય કાયદા અને રાજનયિક માપદંડો મુજબ કામ કર્યું છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે