Home> India
Advertisement
Prev
Next

કોર્ડેલિયા ક્રૂઝના નામે બનાવટી વેબસાઈટનો પર્દાફાશ, બુકિંગના નામે લોકો સાથે છેતરપિંડી

મુંબઈથી ગોવા વચ્ચે ચાલતી કોર્ડેલિયા ક્રૂઝના નામે બનાવટી વેબસાઇટનો પર્દાફાશ થયો છે. કોર્ડેલિયા ક્રૂઝના નામની ખોટી વેબસાઇટ બનાવવામાં આવી છે. 

કોર્ડેલિયા ક્રૂઝના નામે બનાવટી વેબસાઈટનો પર્દાફાશ, બુકિંગના નામે લોકો સાથે છેતરપિંડી

મુંબઈઃ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના જમાનામાં છેતરપિંડીની ઘટનાઓ સતત વધી રહી છે. હાલના સમયમાં ગમે ત્યારે કોઈ વેબસાઇટની ડુપ્લીકેટ વેબસાઇટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરતી ઘટનાઓ સામે આવતી હોય છે. ઓનલાઇન સર્ચ કરવામાં સાચીની જગ્યાએ તેના જેવી નકલી વેબસાઇટ ઓપન થઈ જતી હોય છે અને લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. હવે એક લગ્ઝરી ક્રૂઝની નકલી વેબસાઇટનો પર્દાફાશ થયો છે. 

fallbacks

મુંબઈથી ગોવા વચ્ચે ચાલતી કોર્ડેલિયા ક્રૂઝના નામે બનાવટી વેબસાઇટનો પર્દાફાશ થયો છે. કોર્ડેલિયા ક્રૂઝના નામની ખોટી વેબસાઇટ બનાવવામાં આવી છે. આ ક્રૂઝના નામે WWW.CORDELIACRUSES.COM આ નકલી વેબસાઇટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. કંપની તરફથી ગ્રાહકોને આ વેબઆઇટથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. તમે પણ આ ક્રૂઝનું બુકિંગ કરાવો તો ધ્યાન રાખજો. 

કોર્ડેલિયા ક્રૂઝ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે કંપનીની ઓરિજનલ વેબસાઇટનું નામ WWW.CORDELIACRUISES.COM છે. આ વેબસાઇટ કંપનીની સત્તાવાર છે. એટલે કે ગ્રાહકો WWW.CORDELIACRUISES.COM પર મુલાકાત લઈને બુકિંગ કરાવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More